વાણી કપુરને રણબીર સાથે ફિલ્મ મળતા ભારે ખુશ છે

0
378

રિતિક રોશન સાથે ફુલ એક્શન ફિલ્મ વોરમાં નજરે પડ્યા બાદ વાણી કપુરની બોલબાલા વધી રહી છે. વાણી કપુર હવે કેટલીક ફિલ્મમાં કામ કરી રહી છે. રિતિક રોશન સાથેની ફિલ્મ વોર ૪૫૦ કરોડથી વધારેની કમાણી કરી લીધા બાદ હવે વાણી કપુર આદિત્ય ચોપડાની ફિલ્મ શમશેરમાં કામ કરવા જઇ રહી છે. આ ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણ થવા આવ્યુ છે. ફિલ્મને ૩૧મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં રણબીર કપુર અને સંજય દત્ત પણ કામ કરી રહ્યા છે. વાણી કપુર અને રણબીર કપુરની જોડી તમામને રોમાંચિત કરે તેવી શક્યતા છે. વાણી કપુર ગ્લેમરની દુનિયામાં મોટુ નામ ધરાવે છે. તે મોડલિંગ ક્ષેત્રમાં પણ જોરદાર રીતે સક્રિય થઇ છે. તેની કમાણી જોરદાર રીતે વધી રહી છે. ફિલ્મનુ શુટિગ હાલમાં ચાલી રહ્યુ છે. બીજી બાજુ સંજય દત્તની લાઇફ પર બનેલી સંજુ ફિલ્મમાં ઉલ્લેખનીય ભૂમિકા અદા કરી ગયા બાદ લોકપ્રિય સ્ટાર રણબીર કપુર હવે વધુ એક બાયોપિક ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. જે ગુલશનકુમારની બાયોપિક ફિલ્મમાં ચમકશે. તે હાલમાં આલિયા ભટ્ટની સાથે તેના સંબંધના કારણે પણ ચર્ચામાં છે. તેની અન્ય એક ફિલ્મ શમશેરામાં પણ દેખાશે. રણબીર કપુર બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. તેની પાસે સૌથી મોટી ફિલ્મ આવી રહી છે. હવે તેને વધુ એક બાયોપિક ફિલ્મ મળી ગઇ છે. હવે ગુલશન કુમારની બાયોપિક ફિલ્મ બનાવવા માટેનો નિર્ણય હવે કરવામાં આવ્યો છે. બાયોપિક ફિલ્મોને નોંધપાત્ર સફળતા મળી રહી છે જેના કારણે હવે બાયોપિક ફિલ્મ બનાવવા માટેનો દોર ચાલી રહ્યો છે. અનેક હસ્તીઓ પર બાયોપિક ફિલ્મ બની ચુકી છે જેને મોટી સફળતા મળી છે. સંજુ પહેલા મહેન્દ્ર સિંહ ધોની પર બનેલી ફિલ્મને મોટી સફળતા હાંસલ થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here