વિધ્યાનગર બી.પી.ટી.આઇ. પાસેથી ચોરાઉ બાઇક સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એલસીબી

876

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં તથા અન ડીટેકટ ખુનના ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તાઆરમાં વણશોધાયેલ ઘરફોડ ચોરીનાં તથા વાહન ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા અંગે શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન વિદયાનગર ચિતરંજન ચોક પાસે આવતા હકિકત મળેલ કે, બી.પી.ટી.આઇ કોલેઝના દરવાજા પાસે એક ઇસમ જી.જે.૦૪-એ.એસ.-૪૧૬૨ નંબરના ચોરાઉ મોટર સાયકલ સાથે ઉભો છે. જેથી તુરતજ બાતમી વાળા સ્થળ ઉપર જતા ઉપરોકતવાહન નંબર સાથે એક ઇસમ મળી આવતા તેને પકડી નામ સરનામું પુછતા કલ્પશે અીમજીભાઇ કાતરીયા ઉવ. ૨૧ રહે. જી.ઇ.સી. બોયઝ કોલેઝ ભાવનગર મુળ વતન નાના આસરણા તા.મહુવા જી.ભાવનગર વાળો હોવાનું જણાવતા તેની પાસેના મોટર સાયકલના આઘાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા અને સંતોષ થાય તેવો કોઇ ખુલાસો નહી કરતા સદરહું જી.જે.૦૪-એ.એસ.-૪૧૬૨ મોટર સાયકલ ચોરી કરી અગર છળ કપટથી મેળવાની હકિકત જણાતા કિ.રૂ.૨૭,૦૦૦/- ગણી સી.આર.પી.સી.૧૦૨ મુજબ તપાસના કામે કબ્જે કરવામાં આવેલ અને મજકુરને ઘોરણસર અટકાયત કરવામાં આવેલ મજકુરની સધન પુછપરછ કરતા મજકુરે આજથી આઠ માસ પહેલા પાલીતાણા એસ.ટી.બસ સ્ટેશન પાછળના ભાગેથી ચોરી કર્યાની કબુલાત કરતા સદરહું બાબતે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનફ.ગુ.ર.ન.૧૪૦/૨૦૨૦ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુન્હો નોઘાયેલ જે બાબતે નિલમ બાગ પોલીસ સ્ટેશનમાં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ.ઘનશ્યામભાઇ ગોહેલ હેડ કોન્સ. સાગરભાઇ જોગદીયા તથા હેડ કોન્સ જયરાજસિંહ જાડેજા તથા પો.કો. સંજયભાઇ ચુડાસમા તથા મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા વિઠ્ઠલભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleમહુવાના ભાદરા ગામે જુગાર રમતા ચાર શકુનીઓ ને રોકડ રૂ.51,700/- ના મુદ્દામાલ સાથે ઝડપાયા
Next articleપાલીતાણાના વિરપુર ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી./એલ.સી.બી.