મહુવા પો.સ્ટે.ના સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

677

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપીઓ ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે મહુવા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૧૫૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬, વિ. મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી દિપકભાઇ દિનેશભાઇ પરમાર ઉ.વ.૨૦ રહેવાસી- લીલાપર રોડ, નિલકમલ સોસાયટી, મોરબી વાળાને ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી મહુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.  આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબની સુચનાથી સ્ટાફના એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડ.કોન્સ. ટી.કે.સોલંકી તથા પો.કોન્સ. અર્જુનસિંહ ગોહીલ તથા એઝાઝખાન પઠાણ વિગેરે જોડાયા હતા

Previous articleએન.જે.વિધાલય ઉચ્ચતર માધ્યમિક શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા મોરચંદ ગામે એન.એસ.એસ.યુનિટ શિબિર (રાણાધાર) નું ઉદ્ઘાટન
Next articleવેરાવળ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિધાલયના ૧૯માં વાર્ષિક મહોત્સવમાં સહભાગી થતા કલેકટરશ્રી અજયપ્રકાશ