ઇશા ગુપ્તાના હોટ અને સેક્સી ફોટોઓની ફરી જોરદાર ચર્ચા

571

ઇશા ગુપ્તા બોલિવુડમાં ખુબ ઓછી ફિલ્મો હાલમાં કરી રહી છે પરંતુ ચાહકોમાં તે સતત ચર્ચા જગાવતી રહે છે. તેના સેક્સી અને બોલ્ડ ફોટોઓ વારંવાર સોશિયલ મિડિયા પર મુકીને તે ચાહકોને રોમાંચિત કરતી રહે છે. તેના ફોટોના કારણે તે હેડલાઇનમાં રહે છે. તેના સ્ટનિંગ ફોટોશુટ્‌સના કારણે સૌથી વધારે ચર્ચામાં રહેનાર અભિનેત્રી તરીકે ઇશા ગુપ્તા એક તરીકે રહી છે. તેના નવા ફોટોઓના કારણે ઇશા ગુપ્તા ફરી એકવાર સોશિયલ મિડિયા પર ટેમ્પરેચર વધારતી રહી છે. ખુબ ઓછા લોકોને આ અંગેની માહિતી છે કે ઇશા ગુપ્તા વિતેલા વર્ષોમાં મીસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટાઇલ ૨૦૦૭માં વિજેતા બની હકતી. આ ટાઇટલ જીતી લીધા બાદ ઇશા ગુપ્તાએ અન્ય અભિનેત્રીઓની જેમ જ બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. વર્ષ ૨૦૧૨માં કોમર્શિયલ રીતે સફળ રહેલી ક્રાઇમ થ્રીલર ફિલ્મ જન્નત-૨ મારફતે તે બોલિવુડમાં પ્રવેશી ગઇ હતી. ત્યારબાદ ઇશા ગુપ્તા ચક્રવ્યુહ, હમશક્લ, રાજ થ્રીડી, રૂસ્તમ, બાદશાહો તેમજ ટોટલ ધમાલ નામની ફિલ્મમાં નજરે પડી હતી. વારંવાર ટ્રોલ પણ થઇ જાય છે. ઓનલાઇન ટ્રોલિંગ અંગે વાત કરતા ઇશા ગુપ્તાએ કહ્યુ છે કે અમારી લાઇફમાં કેટલીક એવી બાબતો છે જે બનતી રહે છે. ગ્લેમરની દુનિયામાં ઇશાની ઓળખ એક સેક્સી અને બોલ્ડ સ્ટાર તરીકેની છે. ખુબસુરતી, સેક્સી અને બોલ્ડ ફિગર હોવા છતાં ઇશા ગુપ્તા અન્ય અભિનેત્રીઓ કરતા ઓછી ફિલ્મો મેળવી રહી છે. તેની પાસે વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો વધારે નથી. હેરાફેરીના નવા ભાગમાં તેને લેવાની વાત થઇ ચુકી છે. મોટા ભાગે તે મલ્ટીસ્ટારર ફિલ્મોમાં જ નજરે પડી છે. તેની પાસે સોલો અભિનેત્રી તરીકેની ફિલ્મ આવી રહી નથી.