કૃષ -૪મા રિતિક રોશન સાથે દિપિકા નજરે પડશે : અહેવાલ

481

રિતિક રોશન અને દિપિકા પાદુકોણ હવે એક સાથે કામ કરવા જઇ રહ્યા છે. આની સાથે જ ચાહકોની લાંબા ગાળાની બંનેને સાથે જોવાની ઇચ્છા પૂર્ણ થવા જઇ રહી છે. સોશિયલ મિડિયા પર આને લઇને જોરદાર ચર્ચા છેડાઇ ગઇ છે. કૃષ-૪ ફિલ્મને લઇને કલાકારોની સત્તાવાર જાહેરાત ટુંક સમયમા ંજ કરવામાં આવી શકે છે. હાલમાં દિપિકાને રિતિક રોશન એક પાર્ટીમાં કેક ખવડાવતો વિડિયો વાયરલ થઇ રહ્યો છે. ત્યારબાદથી સામાન્ય લોકોની સાથે સાથે બોલિવુડમાં લોકો વચ્ચે ચર્ચા છે કે બંને સાથે જોવા મળનાર છે. બંનેને સાથે જોવા માટે ચાહકો પણ ઇચ્છુક છે. કૃષ-૪માં કામ કરવાને લઇને ઓફર કરાયાની વાત દિપિકાએ કરી છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં દિપિકાએ કહ્યુ હતુ કે તેને પહેલા ક્યારેય આવી વાત સાંભળી નથી. તેના માટે તમામ બાબતો સરપ્રાઇઝ તરીકે છે. દિપિકાએ વધુમાં કહ્યુ છે કે તે રિતિક રોશન સાથે ચોક્કસપણે કામ કરવા માટે ઇચ્છુક ચે. રિતિક રોશનની પ્રશંસા પણ કરવામા ંઆવી છે. કૃષ-૪માં અભિનેત્રીની પસંદગીને લઇને રિતિક અને રાકેશ રોશનના જુદા જુદા અભિપ્રાય છે. કેટલાક અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે પ્રિયંકા ચોપડાને ફરી ફિલ્મમાં તક આપવામાં આવી શકે છે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો દિપિકા ફિલ્મ ૮૩માં કામ કરી રહી છે. જેમાં રણવીર સિંહ સાથે તે દેખાશે. લગ્ન થયા બાદ દિપિકા અને રણવીર સાથે નજરે પડનાર છે. આ ફિલ્મ ઉપરાંત દિપિકા ધ ઇન્ટર્નમાં રિશિ કપુર અને શકુન બત્રાની સાથે દેખાશે. અન્ય એક ફિલ્મમાં પણ તે અનન્યા પાન્ડેની સાથે કામ કરવા જઇ રહી છે. જ્યારે રિતિક રોશન છેલ્લે વોર ફિલ્મમાં દેખાયો હતો. ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ કમાણી કરવામાં સફળ રહી હતી. ફિલ્મને લઇને જાહેરાત કરાઇ નથી.