તમામ આઇટમ સોંગ પોતાની ઇચ્છાથી જ કર્યા છે : મલાઇકા

0
410

બોલિવુડમાં જ્યારે પણ આઇટમ સોંગની વાત આવે ત્યારે મલાઇકા અરોરાની વાત આવે તે સ્વાભાવિક છે. તે વિતેલા વર્ષોમાં અનેક લોકપ્રિય આઇટમ સોંગ કરી ચુકી છે. જેમાં છૈંયા છૈયા, મુન્ની બદનામ હુઇ તેમજ માહી વે જેવા ગીતનો સમાવેશ થાય છે. આ તમામ ગીતો આજે પણ ભારે લોકપ્રિય છે. તેના ડાન્સના કારણે આ તમામ આઇટમ સોંગ ખુબ જ યાદગાર બની ગયા છે. હવે મલાઇકા અરોરા ઇન્ડિયા બેસ્ટ ડાન્સરમાં જજની ભૂમિકામાં રહેલી છે. તેનુ કહેવુ છે કે તે વિતેલા વર્ષોમાં અલગ પ્રકારના ડાન્સ શોમાં રહી છે. જેમ કે ઝલક દિખલા જા તે સેલિબ્રિટી પર આધારિત છે. ઇન્ડિયા ગોટ ટેલેન્ટ અલગ પ્રકારના ડાન્સ શો તરીકે છે. તેનુ કહેવુ છે કે તે પ્રથમ વખત એક પ્યોર ડાન્સ શો કરી રહી છે. જેમાં સામાન્ય લોકો સ્પર્ધક તરીકે છે. આ એક સોલો ડાન્સ શો છે. જેમાં દેશના બેસ્ટ ડાન્સર આવી રહ્યા છે. આવા શો તે પહેલી વખત કરી રહી છે. તે આવા ડાન્સ શોમાં જજ બનીને ખુબ ખુશ છે. પસંદગીના ડાન્સ નંબર અંગે પુછવામાં આવતા મલાઇકા કહે છે કે તેના માટે તમામ ગીત ખુબ સ્પેશિયલ છે. આમાંથી કોઇ એકની પસંદગી કરવાની બાબત તેના માટે સરળ નથી. જ્યાં સુધી છૈયા છૈયાની વાત છે તે તેના પ્રથમ આઇટમ સોંગ તરીકે છે. જેથી ચોક્કસપણે તેના માટે તે આઇકોનિક ગીત તરીકે છે. કેટલાક લોકો કહે છે કે મુન્ની , શિલા જેવા આઇટમ સોંગ મહિલાની પ્રતિષ્ઠાને નુકસાન કરે છે. આ સંબંધમાં પુછવામાં આવતા મલાઇકા કહે છે કે તે આ અંગેના વિચાર સાથે સહમત નથી. તે ખુબ વિચારીને પ્રકારના સોંગ કરતી રહી છે. તેના પર કોઇનુ દબાણ નથી. તેનુ કહેવુ છે કે આઇટમ સોંગ માટે તેને કોઇએ કહ્યુ નથી કે આવા વસ્ત્રો પહેરવાના છે અને આ પ્રકારના ખાસ આઇટમ સોંગ કરવાના છે. તેનુ કહેવુ છે કે આઇટમ સોંગ કરતી વેળા ક્યારેય તેને નીચે દર્શાવવાના પ્રયાસ કોઇ દ્વારા કરવામાં આવ્યા નથી. જેથી તે માને છે કે આ પ્રકારના ગીતોથી પ્રતિષ્ઠાને કોઇ નુકસાન થતુ નથી. નવી કઇ ચીજો શિખી રહી છે તે અંગે પુછવામાં આવતા તે કહે છે કે તેને લાગે છે કે લાઇફમાં ક્યારેય ફુલ સ્ટોપની સ્થિતી આવવી જોઇએ નહીં. લાઇફમાં હમેંશા કઇને કઇ નવુ કરતા રહેવાની જરૂર હોય છે. લાઇફની મજા માણવા માટેની જરૂર હોય છે. લાઇફને સેલિબ્રેટ કરવાની જરૂર હોય છે. તેનુ કહેવુ છે કે તેને લાઇફમાં જેટલી પણ તક મળી છે તે તકની મજા માણે છે. હાલના સમયમાં તે તેના બિઝનેસ પ્રોજેક્ટને લઇને ભારે ખુશ છે. તે નવી નવી ચીજો હજુ શિખવા માંગે છે. તેનુ કહેવુ છે કે નવી નવી ચીજો માટે પ્રયાસો કરતા રહેવાની જરૂર હોય છે. સફળતા મળે કે ન મળે તે જુદી બાબત રહેલી છે.મલાઇકા અરોરાએ પોતાના લગ્નની કોઇ યોજના અંગે વાત કરવાનો ઇન્કાર કર્યો છે. તેનુ કહેવુ છે કે તે ક્યારે લગ્ન કરશે તે અંગે હાલમાં યોજના બનાવી રહી નથી. જ્યારે પણ લગ્ન કરશે ત્યારે તમામની વચ્ચે કરશે. સાથે સાથે પહેલાથી જ જાહેરાત કરશે. અર્જુન કપુર સાથે પ્રેમ સંબંધને લઇને તેની હાલમાં ચર્ચા જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here