શિક્ષક એકતા નુ થશે વિરાટ પ્રદર્શન

1872

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત આયોજિત સૌરાષ્ટ્ર સંભાગની બેઠક આજરોજ તારીખ 8/ 3/2020 ના રોજ એમ.બી.એ ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે સંગઠન ના રાષ્ટ્રીય અધિકારીઓ માન.મહેન્દ્ર કપૂર અને માન. માહનજી પુરોહિત ની ઉપસ્થિતીમા
મળી. સૌરાષ્ટ્રના તમામ જીલ્લાઓમાં થી મોટી સંખ્યામાં જીલ્લા ના હોદ્દેદારો જોડાયા

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવેલ તથા કાર્યક્રમનું સમગ્ર સંચાલન મહાસંઘ મહામંત્રી શ્રી રતુભાઈ ગોળ દ્વારા કરવામાં આવેલ.ત્યારબાદ રાષ્ટ્રીય સચિવ મોહનજી પુરોહિત દ્વારા મહાસંઘ નો પરિચય આપવામાં આવ્યો તેમણે ઉમેર્યું કે સદસ્યતા અભિયાન આ વર્ષે ૧લી એપ્રિલથી શરૂ થઈ 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે….કાર્યક્રમ મા વધુ મા વધુ સદસ્યો આં મહાસંઘમાં જોડાઈ અને સદસ્યતા અભિયાનને સઘન બનાવવાની ચર્ચા પણ કરવામાં આવી…
પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ અધ્યક્ષ ભીખાભાઇ પટેલે સંગઠન દ્વારા લેવાયેલ નિર્ણય આવતી તારીખ 21/ 3 /2020 ના રોજ ગાંધીનગર એક દિવસનો ધરણા કાર્યક્રમ જાહેર કરવામાં જેમાં સૌરાષ્ટ્રના શિક્ષકો સાથે અંદાજે ૫૦,૦૦૦ ગુજરાત ના શિક્ષકો પોતાના તાલુકાના બેનરો, પ્લે કાર્ડ સાથે જોડાશે તેવી જાહેરાત કરવામાં આવી .જો પ્રશ્નો આ તારીખ પહેલા ઉકેલ આવી જશે તો ધરણા કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી.સૌરાષ્ટના દરેક જિલ્લાના અધ્યક્ષ દ્વારા કામની સમીક્ષા પણ કરવામાં આવી જેમાં વધુ માં વધુ સંખ્યામાં શિક્ષકો ધરણાં પ્રદર્શન માં ઉપસ્થિત રહે , સદસ્યતા વધુ બને , રચનાત્મક કાર્યો દરેક જીલ્લામાં થાય , બાળક અને રાષ્ટ્ર ને કેન્દ્ર માં રાખી શિક્ષકો વધુ માં વધુ યોગદાન આપે તથા ‌સમાજ નો વિશ્વાસ સંપાદન કરવા માટે કર્તવ્ય બોધ અને શાશ્વત જીવન મુલ્યો અંગે કાર્ય શાળાઓ કરવા જેવી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી
રાષ્ટ્રીય સંગઠનમંત્રી મહેન્દ્ર કપૂરજી દ્વારા સંગઠનના કાર્યવિસ્તાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ તથા સંગઠનનું સ્લોગનનો ટૂંકમાં પરિચય આપવામાં આવેલ.અંતમાં આભારવિધી પ્રાંતના સંગઠનમંત્રી ભાવિનભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ.

સમગ્ર બેઠકને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર સંભાગના સંગઠનમંત્રી મહેશભાઈ મોરી તથા‌ રાજકોટ જિલ્લા અધ્યક્ષ અરવિંદ ભાઈ વોરા અને બચુભા અને ‌સમગ્ર રાજકોટ જિલ્લા ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ.બેઠકમા ભાવનગરના હોદ્દેદારો પ્રવીણભાઈ ચુડાસમા તથા ડૉ. રણજીતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભાવનગર ૧૪ નાળા ઘોઘારોડ પ્લોટ નં-૧૬૪૪ માંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ-૨૫૬ કિ.રૂ. ૮૨,૮૦૦/- નો મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
Next articleઅનુભવના ઓટલે અંક: ૫૧ મમતાનો સાગર