બીગ-બીએ અંગ્રેજી મીડિયમ ફિલ્મ માટે રાધિકા મદનના ભરપેટ વખાણ કર્યા

1748

‘અંગ્રેજી મીડિયમ’એ પહેલાં દિવસે ૪.૦૩ કરોડની કમાણી કરી છે. ફિલ્મમાં રાધિકા મદન એક્ટર ઈરફાન ખાનની દીકરીના રોલમાં છે. ક્રિટિક્સ તથા ચાહકોને આ ફિલ્મ પસંદ આવી છે. હવે, અમિતાભ બચ્ચને રાધિકાની એÂક્ટંગના વખાણ કર્યાં છે. હોમી અડાજણીયાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં ઈરાફાન-રાધિકા ઉપરાંત ડિમ્પલ કાપડિયા, કરીના કપૂર, દીપક ડોબરિયાલ જેવા કલાકારો છે. નોંધનીય છે કે ‘અંગ્રેજી મીડિયમ’ ૨૦૧૭માં આવેલી ‘હિંદી મીડિયમ’ની સીક્વલ છે.
ફિલ્મમાં રાધિકા મદનની એÂક્ટંગ જાયા બાદ અમિતાભ બચ્ચને એક્ટ્રેસને એક લેટર તથા ફૂલો મોકલાવ્યા હતાં. આ લેટરમાં અમિતાભ બચ્ચને રાધિકાના કામ તથા તેની ફિલ્મના વખાણ કર્યાં છે. અમિતાભના લેટર તથા ફૂલો મેળવીને રાધિકા હાલ સાતમા આસમાને વિહરી રહી છે.
રાધિકાએ ઈન્સ્ટાગ્રામમાં ઈમોશનલ પોસ્ટ શૅર કરી હતી. તેણે કÌšં હતું, મને ખ્યાલ નથી કે મારે શું કહેવું જાઈએ કે શું લખવું જાઈએ. હું નિશબ્દ થઈ ગઈ છું અને હું ઘણી જ ખુશ છું. અમિતાભ બચ્ચન સર, આ મારું સૌભાગ્ય છે કે મને તમારો આ લેટર મળ્યો. હું હંમેશાં આ વાતની કલ્પના કરતી હતી કે એક દિવસ મારી ફિલ્મ રિલીઝ થઈ જાય પછી મારા ઘરના દરવાજાની ઘંટડી વાગશે અને એક વ્યÂક્ત બહાર ઊભા રહીને કહેશે, અમિતાભ બચ્ચનસરે તમારા માટે એક લેટર તથા ફૂલ મોકલ્યા છે અને પછી હું બેભાન થઈ જઈશ