કોરોનાથી બચવાના સંદેશાઓ, સ્લોગનો કોરોના સુરક્ષા રથ પર દર્શાવી લોકોમાં જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ

592

કોરોના વાયરસ વિશ્વના અનેક દેશોમાં ફેલાયો છે તેમજ વૈશ્વિક સ્તરે પણ કોરોના વાઇરસને મહામારી ઘોષિત કરાઇ છે ત્યારે આ જીવલેણ વાઈરસથી સુરક્ષિત રહેવા જો કોઈ સૌથી વધુ મહત્વની બાબત હોય તો તે છે લોકજાગૃતિ. અને લોકોમાં આવા જ પ્રકારની લોક જાગૃતિ કેળવાય તે હેતુથી ભાવનગરના એક નાગરિકે કર્યો છે અનોખો પ્રયાસ. ભાવનગરના જાણીતા ફોટોગ્રાફર અને ટ્રાફિક ટ્રેઇનર ડો.અજયસિંહ જાડેજા દ્વારા કોરોના સુરક્ષા રથ બનાવી લોકોમાં કોરોના વાયરસ પ્રત્યે મહત્તમ જાણકારી કેળવાય તેમજ લોકોમા કોરોનાથી બચવા અંગેની જાગૃતિ વધે તે પ્રકારના સંદેશ, સ્લોગન અને સૂત્રો લખી સ્વખર્ચે ભાવનગર જિલ્લા તથા શહેરના વિવિધ ગામડાંઓના તેમજ દુર્ગમ વિસ્તારોમાં ફરી લોક જાગૃતી કેળવવાની ખૂબ સમાજોપયોગી કામગીરી કરવામાં આવી રહી છે. ડો.અજયસિંહ જાડેજાની આ વિવિધ સ્લોગનોથી સજ્જ કોરોના સુરક્ષા રથને જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાએ નિહાળી હતી અને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.તેમજ કોરોના સુરક્ષા રથ દ્વારા હાથ ધરવામાં આવેલ આ જનજાગૃતિ અભિયાનને બિરદાવ્યું હતું.

વિરેન્દ્રસિંહ પરમાર