સુરત,યુથ ઓફ યુનાઈટેડ ગુજરાત (YUG) દ્રારા વિવિધ સોસાયટી ઓ માંથી માતાઓ એ બનાવેલી રોટલી એકત્રિત કરવામાં આવે છે

652

સુરત,યુથ ઓફ યુનાઈટેડ ગુજરાત (YUG) દ્રારા વિવિધ સોસાયટી ઓ માંથી માતાઓ એ બનાવેલી રોટલી એકત્રિત કરવામાં આવે છે ત્યારબાદ શાક  બનાવી ૧૦૦૦ વધું ખરેખર જરૂરિયાત મંદ લોકો ને કતારગામ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ જેવી કે ન્યુ કતારગામ SMC આવાસ,વરીયાવ કતારગામ પુલ બનાવવામાં આવે છે તેમાં કામ કરી રહેલા મજુરો,કાસા નગર,બડાગણેશ મંદિર પાસે અને નવી જી. આઈ. ડી. સી.ખાતે મોટાભાગે ઓરિસ્સા, યુપી,બિહાર, એમપી નાં લોકો ને ભોજન આપવામાં આવે છે.આ સંસ્થા ના પ્રમુખ પરેશભાઈ ધોધારી એ જણાવ્યું હતું કે.જયાર થી આ લોકડાઉન થયું છે.

ત્યારથી જ આં પ્રક્રિયા નિરંતર ચાલુ કરવામાં આવી છે. અને હજુ આગામી દિવસો માં પણ જરૂરિયાત મંદ લોકો ને ભોજન પહોંચાડવા માટે અમારી આ સંસ્થા કટિબદ્ધ છે.અમને સતત લોકો અને પ્રશાસન ની મદદ મળી રહી છે. જેથી આ સંસ્થા નાં કાર્યકરો માં ઉત્સાહ નો માહોલ જળવાઈ રહે છે.ભોજન આપવા દરમિયાન અમે સંપૂર્ણપણે સોશ્યલ ડિસ્ટનસ નું પાલન કરી પ્રધાનમંત્રી શ્રી નાં આહવાન ને સાર્થક કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ.આં સિવાય પણ કતારગામ વિસ્તાર માં ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓ ને રોજ ચા – સરબત પણ આપવામાં આવે છે વિશેષ અબોલ જીવ માટે પણ રોટલી અને બિસ્કીટ નું ભોજન આપવામાં છે.
તસ્વીર:- વિરલ વરીયા