લોકડાઉનના કારણે થયેલ નુકશાની ની સહાય કરવા બાબતે

422

રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા મામલતદાર ને આવેદનપત્ર અપાયુ. કોવિડ-૧૯ મહામારી ને કારણે ગુજરાતમાં પરીસ્થીતી વિકટ છે.લાંબા લોકડાઉનને કારણે ધંધા-વેપાર-રોજગાર-ખેતી ઠપ્પ છે.ત્યારે બોટાદ જીલ્લા ના રાણપુરમાં રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા મામલતદાર અલ્કેશભાઈ ભટ્ટ ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.માર્ચ થી જુન સુધીના વીજળી બિલ માફ કરવામાં આવે,ગરીબ અને મધ્યમ વર્ગના તમામ પરીવારોના રહેઠાણના પાણી વેરો માફ કરવામાં આવે તથા નાના વેપારીઓના ધંધા-સ્થળ વેરા માફ કરવામાં આવે,ખાનગી શાળાની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે અથવા સરકાર ફી રકમની સહાય આપે તેવી માંગણી સાથે રાણપુર તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ પ્રતાપસિંહ ડોડીયા,ગોસુભા પરમાર,મકસુદભાઈ શાહ સહીત કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા..

તસવીર-વિપુલ લુહાર

Previous articleલોકસંસાર દૈનિક તથા મિશન એક્ઝામના સંયુક્ત ઉપક્રમે ફ્રી પુસ્તક વિતરણ
Next articleમનરેગા હેઠળ રોજગારી આપવામા ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમા દ્રિતીય ક્રમે, ૧,૦૧,૫૭૨ શ્રમિકો મેળવી રહ્યા છે રોજગારી