રાણપુરમાં ચંદ્રોદય આયુર્વેદીક ફાર્મસી દ્રારા વિનામુલ્યે ઉકાળા વિતરણ કેમ્પ યોજાયો..

425

રાણપુરના આગેવાનો સહીત મોટી સંખ્યામાં લોકોએ ઉકાળો પીધો,તારીખ ૨૮-૫-૨૦ થી ૧-૬-૨૦ સુધી દરોજ સવારે ૮ થી ૯ વાગ્યા સુધી ઉકાળાનું વિતરણ કરવામાં આવશે.. સમગ્ર ભારતમાં હાલ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ ચંદ્રોદય આયુર્વેદીક ફાર્મસી દ્રારા વિનામુલ્યે ઉકાળા વિતરણ કેમ્પ યોજાયો.આયુષ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને બોટાદ જીલ્લા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન નીચે રાણપુરની ચંદ્રોદય આયુર્વેદિક ફાર્મસી ના મેનેજર ડીરેક્ટર કૃષ્ણાબેન રાજેન્દ્રભાઈ(રાજુભાઈ) મકવાણા તથા તેમના પુત્રી મેનેજીંગ ડીરેક્ટર નિરાલીબેન મકવાણા તથા પુત્ર મીતેનભાઈ મકવાણા(આર.એમ.પી.બેરીંગ)ના સૌજન્યથી વિનામુલ્યે ઉકાળા વિતરણ નું આયોજન તારીખ-૨૮-૫-૨૦ થી ૧-૫-૨૦ સુધી દરોજ સાવારે ૮ થી ૯ વાગ્યા સુધી ઉકાળા નું વિતરણ કરવામાં આવશે.આ ઉકાળાના સેવનથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે.અને કોરોના વાયરસ સામે લડવાની શક્તિ અને રક્ષણ આપે છે.આ સમગ્ર આયોજન ઉદ્યોગપતિ અને આર.એમ.પી.બેરીંગ કંપનીના માલીક રાજેન્દ્રભાઈ(રાજુભાઈ)મકવાણા,ક્રીષ્નાબેન મકવાણા,મિતેનભાઈ મકવાણા,નિરાલીબેન મકવાણા ખાસ હાજર રહ્યા હતા.જ્યારે રાણપુરના નાયબ મામલતદાર યુવરાજસિંહ ઝાલા સહપરિવાર સાથે હાજર રહ્યા હતા અને ઉકાળો પીધો હતો.તેમજ આ ઉકાળા વિતરણ કેમ્પમાં રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ મનહરભાઈ પંચાળા,નરેન્દ્રભાઈ દવે,ડો.જગદીશભાઈ પંડ્યા,ડો.ધરાબેન ત્રિવેદી,ડો.અલ્તાફભાઈ મોદન,કનકબેન સાપરા,બિન્દુબેન વઢવાણા,જગદીશભાઈ દલવાડી,અબ્બાસભાઈ ખલાણી,સંજયભાઈ ગદાણી,મનસુખભાઈ મેર સહીત રાણપુર શહેરના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી આ ઉકાળો પીધો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે આ ઉકાળા નું વિતરણ પાંચ દિવસ સુધી દરોજ સવારે કરવામાં આવશે તો રાણપુર શહેરના દરેક લોકો ઉકાળો પીવા આવે તેવુ આયોજકો એ કહ્યુ હતુ..

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleમનરેગા હેઠળ રોજગારી આપવામા ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમા દ્રિતીય ક્રમે, ૧,૦૧,૫૭૨ શ્રમિકો મેળવી રહ્યા છે રોજગારી
Next articleઇડરના કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં આશા બહેનો દ્રારા સેનેટરી પેડનુ વિનામૂલ્યે વિતરણ કરાયું