ઇડરના કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં આશા બહેનો દ્રારા સેનેટરી પેડનુ વિનામૂલ્યે વિતરણ કરાયું

454

હાલ સમગ્ર વિશ્વ કોરોનાના કહેરથી ત્રસ્ત છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્ર્મણને ફેલાતુ રોકવા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્રારા પ્રશંશનિય કામગીરી કરવામાં આવી રહી છે. આ સમયમાં આરોગ્ય વિભાગ દ્રારા આજે તા. ૨૮ મે ના રોજ વિશ્વ માસિક દિવસ નિમિત્તે ઇડરના કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં આશા બહેનો દ્રારા વિનામૂલ્યે સેનેટરી પેડનુ વિતરણ તેમજ માસિક ધર્મ અંગે કિશોરીઓને શિક્ષિત કરવામાં આવી હતી. ૨૧મી સદીના આપણા સમાજમાં માસિકધર્મ અંગે કેટલીક ભ્રામક માન્યતાઓ પ્રવતતી રહી છે ત્યારે ઇડરના કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં આરોગ્ય કર્મિઓ દ્રારા કિશોરીઓ અને મહિલાઓમાં માસિકચક્ર બાબતે શિક્ષણ આપવામાં આવ્યું હતું. હજુ પણ મહિલાઓ અને કિશોરીઓને માસિક વખતે ગંદા કપડાનો ઉપયોગ કરી ઘણી બિમારીઓનો શિકાર બની અકાળે મોતને ભેટે છે, જે ઘણી ગંભીર બાબત છે. આ બાબતે કિશોરીઓને શરૂઆતથી જ શિક્ષણ આપવુ જરૂરી હોવાથી આરોગ્ય કર્મિઓએ કિશોરીઓ, માતાઓ અને મહિલાઓને સોશિયલ ડિસ્ટસીંગ જાળવી શિક્ષણ આપ્યું તેમજ  આશા બહેનો દ્રારા સેનિટરી પેડનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું તેમજ આ પેડના યોગ્ય નિકાલ માટે પણ શિક્ષિત કરાયા હતા. આશા બહેનો આ કોરોના ના કપરા સમયમાં પણ પોતાની ફરજ પર હાજર રહી કોરોના અંગે પણ જાગૃતિ ફેલાવાનું તેમજ આરોગ્ય સેતુ એપ ડાઉન લોડ કરાવી આશાનું કિરણ ફેલાવી રહી છે.

Previous articleરાણપુરમાં ચંદ્રોદય આયુર્વેદીક ફાર્મસી દ્રારા વિનામુલ્યે ઉકાળા વિતરણ કેમ્પ યોજાયો..
Next articleસરકાર ની ગ્રાઈડ લાઈન ના ધજાગરા ઉડાળી વેપાર કરતા પાલીતાણા ના વેપારીઓ!!!