વલ્લભીપુરના ક્યૂટબોય યશરાજસિંહ ગોહિલનો આજે જન્મદિવસ

452

મયુરસિંહ ગોહિલ તથા ભાવનાબા ગોહિલના પુત્ર યશરાજસિંહ ગોહિલનો આજે જન્મદિવસ છે. જીવનના 10 વર્ષ પૂર્ણ કરી 11માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા યશરાજસિંહને મોટા પપ્પા ચતુરસિંહ, મોટા મમ્મી અસ્મિતાબાએ આશીર્વચનો પાઠવ્યા હતા જયારે દાદા નીરૂભા તથા દાદી કંચનબાએ “રાજપૂત વંશ સાગર” નામનું પુસ્તક ભેટ આપી સામાજિક, સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા યશરાજસિંહ સક્ષમ બને તેવા આશીર્વાદ આપ્યા હતા. આ તકે ભાઈ શિવરાજસિંહ, કિશનસિંહ અને લાડલી બહેનબા સ્નેહાબાએ ભાઈને લાડ લડાવતા સરપ્રાઈઝ ગિફ્ટ આપી હતી. પચ્છેગામના મુરલીધર મંદિરે પ્રભુના આશીર્વાદ લઇ ભક્તિભાવ પૂર્વક યશરાજસિંહનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.

Previous articleઅનુભવના ઓટલે અંક: ૬૬ બેલેન્સસીટ ઓફ લાઈફ(જિંદગીનું સરવૈયું)
Next articleનવજાત શિશુનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં પરિવારમાં છવાઈ હર્ષની લાગણી