ગ્લોબલ વોર્મિંગ સામે પર્યાવરણની સમતુલા જાળવવા કાર્ય કરતી ભાવનગરની પર્યાવરણની ટીમ

724

સમઢીયાળા પાંજરાપોળ ભાવનગરની જમીનમાં છેલ્લા એક મહિનાથી અંદાજે 2200 વૃક્ષ તેમજ ગાય માટે જુવાર તથા હીરામણી ઘાસનું વાવેતર કર્યા બાદ આજરોજ તા.25/6 ને ગુરુવારના રોજ પાંજરાપોળની અન્ય એક વાડીમાં પારસપીપળો, બોરસલી, અરીઠા, ગરમાળો, કરંજ, ટીકોમા,પીપળો, ઉંમરો, કમરકાકડી, ગુલમહોર, આમલી, ગોરસ આમલી,સરગવો, જાંબુ, સાગ જેવા 200 વૃક્ષનું વાવેતર કરી તેનો ઉછેર કરવાનો સંકલ્પ લીધેલ.
માત્ર વૃક્ષારોપણ જ નહીં પરંતુ વૃક્ષનું વાવેતર કરી તેનો ઉછેર કરવાનો સચોટ આયોજન કરવામાં આવે છે. ભાવનગરની આ ટીમ પર્યાવરણ અને આયુર્વેદ માટે સક્રિયતાથી કાર્ય કરી રહી છે.

Previous articleઘોઘા તાલુકા પંચાયત ની સામાન્ય સભા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને યોજાય
Next articleદામનગર શહેરમાં તૂટેલા-લેવલ વગરના રસ્તાઓ થી નગરજનો ત્રસ્ત, સત્તાધીશો મસ્ત !!