’નિઓવાઈસ’ ‘C/2020 F3’ ધૂમકેતુ ૨૨ અને ૨૩ જુલાઈ દરમ્યાન સુર્યાસ્ત થયાથી ક્ષિતિજ તરફ ઊત્તર પૂર્વ દિશામાં સપ્તર્ષિ તારા જૂથ (Ursa Major) નીચે અને સિંહ રાશી (Leo) વચ્ચે ક્ષિતિજ થી ૨૩ થી ૨૯ ડીગ્રી ઉચાઇ એ દ્રશ્યમાન થશે.

476

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને ખગોળ વિજ્ઞાન વિગેરેનો સૈધાંતિક અને પ્રાયોગિક પ્રચાર-પ્રસાર દ્વારા લોક ભોગ્ય બનાવવા હેતું કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર પ્રેરિત GUJCOST માન્ય કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર વર્ષ ૨૦૦૨થી કાર્યરત છે.
‘નિઓવાઈસ’ ‘C/2020 F3’ ધૂમકેતુ જુલાઈ થી ઓગસ્ટ માસ દરમ્યાન પૃથ્વી નજીકથી પસાર થશે. આ ધૂમકેતુ મેં- જુન માસમાં પૃથ્વીથી ૨૦૦ મિલિયન કિમી અંતરે પોતાની વૃતમાં સતત આગળ વધી રહ્યો છે. તા.૨૨ અને ૨૩ જુલાઈ, ૨૦૨૦ દરમ્યાન પૃથ્વી થી તેનું અંતર માત્ર ૧૦૦ મિલિયન કિમી જેટલુ થશે. ૨૦૨૦ પછી આ ધૂમકેતુ વર્ષ ૮૭૮૬માં જોઈ શકાશે.
‘નિઓવાઈસ’ ‘C/2020 F3’ ધૂમકેતુ ૨૨ અને ૨૩ જુલાઈ દરમ્યાન સુર્યાસ્ત થયાથી ક્ષિતિજ તરફ ઊત્તર પૂર્વ દિશામાં સપ્તર્ષિ તારા જૂથ (Ursa Major) નીચે અને સિંહ રાશી (Leo) વચ્ચે ક્ષિતિજ થી ૨૩ થી ૨૯ ડીગ્રી ઉચાઇ એ દ્રશ્યમાન થશે. પૃથ્વીની વધુ નજીક આવવાથી જો આકાશમાં વાદળો અને પ્રદુષણ ન હોય તેવી જગ્યાએ/પરિસ્થિતિએ નરી આંખે પણ નિહાળી શકશે. અથવા બાઈનોકયુંલર (દૂરબીન) થી પણ નિહાળી શકાશે.

Previous articleરાણપુર શહેરમાં વધી રહેલા કોરોનાના કેસો ને લઈ તંત્ર દ્રારા સેનિટાઈઝર નો છંટકાવ કરાયો
Next articleપહેલી રાખડી દેશ પ્રેમકી, ગીર સોમનાથ જિલ્લા માંથી ૬૦૦ થી વધુ રાખડી સૈનિકોને મોકલાઈ