રાણપુર તાલુકાના મોટીવાવડી અને નાનીવાવડી ગામ વચ્ચેનો રોડ તુટેલી હાલતમાં, તંત્ર ઘોર નિદ્રામાં

0
296

ચાલુ વર્ષે ભારે વરસાદ થવાના કારણે અનેક જગ્યાએ રોડ-રસ્તાઓ તુટી ગયા છે.સરકારી તંત્ર દ્રારા આ રસ્તાઓ રીપેર કરવામાં આવી રહ્યા છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના મોટીવાવડી થી નાનીવાવડી ગામે જવા માટે સિંગલ પટ્ટી રસ્તો છે અને આ રોડ ઉપર નાળુ આવેલ છે જે બંને સાઈડથી રોડ તુટી ગયો હોવાથી મસમોટો ખાડા પડી ગયો છે.તંત્રની ઘોર બેદરકારી ના લીધે મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ.આ મસમોટા ખાડાના લીધે મોટો અકસ્માત થવાની સંભાવના છે.આ અંગે મળતી માહીતી મુજબ રાણપુર તાલુકાના મોટી વાવડી થી નાની વાવડી ગામે જવાના રસ્તે વચ્ચે નાળાની આજુબાજુ ભારે વરસાદ થવાને કારણે નાળાની બંને સાઈડ તુડી જતા મસમોટો ખાડા પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ થહ્યા છે.અને રાત્રે આ રોડ ઉપરથી પસાર થતા કોઈપણ અજાણ્યા વાહન ચાલક ને આ મસમોટા ખાડા દેખાય તેવુ છે નહી અને મોટો અકસ્માત થવાની સંભાવના છે.જ્યારે ચેતવણી આપતુ બોર્ડ પાસે મસમોટા બાવળના ઝાડ હોવાથી ચેતવણી આપતુ બોર્ડ પણ દેખાતુ નથી.આ રોડ ઉપર નાળા પાસે બંને સાઈડ તુટેલા રોડ ને તાત્કાલિક રીપેર કરવા જરૂરી છે.જ્યારે આ વિસ્તારના લોકો કહી રહ્યા છે કે અહી મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here