માર્કેટિંગ યાર્ડમાં વધતા જતા ચોરીના બનાવને લઇ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રદ કરાયો

0
329

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ગત જાન્યુઆરી મહિનામાં યાર્ડ અને કર્મચારીઓ સહિતની સલામતી માટે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ અપાયો હતો . પરંતુ સતત બેદરકારી અને અનિયમિતતાને કારણે અનેક વિવાદ બાદ અંતે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે .
માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અને વેપારીના પડેલા માલની ચોરી થવા સાથે યાર્ડના કર્મચારીઓ સાથે પણ માથાકુટ થતી હતી જેથી ગત તા . ૨૩ મી જાન્યુઆરીથી માન સિક્યુરિટી એન્ડ પર્સનલ ફોર્સને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો . પરંતુ યાર્ડમાં મગફળી સહિતની ચોરીઓ અટકી નહીં ઉપરાંત યાર્ડના કર્મચારીઓ સાથે પણ ગેરવર્તણુક થતા યાર્ડ દ્વારા સિક્યુરિટી કોન્ટ્રાક્ટરને લેખિતમાં નોટીસ દ્વારા જાણ કરાઈ હતી . વારંવારની નોટીસ છતા તેની દરકાર લીધી નહી . ઉપરાંત અનઅધિક્રુત માલસામાન પણ યાર્ડમાં પ્રવેશતો હતો . જેથી યાર્ડ દ્વારા તાત્કાલિક સિક્યુરિટી કોન્ટ્રાક્ટને રદ કરવાનો અને અગામી કોન્ટ્રાક્ટ માટે તેમની ઓફરને ધ્યાનમાં પણ નહીં લેવાનો નિર્ણય કરાયો છે . આગામી તા .૧ લી નવેમ્બરથી યાર્ડની પ્રિમાઇસિસમાં તમામ સિક્યુરિટીના ગાર્ડને હટાવી લેવા સુચના અપાઈ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here