જવાહર મેદાન ભાગવત કથામાં કૃષ્ણ જન્મોત્સવનું વર્ણન કરાયું

830

જવાહર મેદાનમાં વૃંદાવન ધામમાં યોજાયેલી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ તેમજ મહાવિષ્ણુયાગના પાંચમાં દિવસનો પ્રારંભ કરતા પૂ. જીજ્ઞેશ દાદાએ કહ્યું કે જ્યારે જ્યારે ધરતી પર ઉપદ્રવ વધ્યો છે ત્યારે ભગવાન પ્રગટે છે. જીવ હંમેશ જન્મે છે પરંતુ ભગવાનનું હંમેશા પ્રાગટ્ય થાય છે. ભાગવતમાં લખ્યું છે કે, ભગવાનને જ્યારે જ્યારે ઈચ્છા થાય ત્યારે એ ધરતી ઉપર પ્રગટે છે.

ભાગવતમાં શુકદેવજી મહારાજ પરિક્ષીતને નંદ મહોત્સવનું વર્ણન કરે છે. નંદબાબાને જ્યારે પુત્ર જન્મના સમાચાર મળ્યા તો સુનંદાને ગળાની માળા આપી દીધી. પુત્ર જન્મ થાય તો તેના પિતાએ સૌથી પહેલા સ્નાન કરવું પડે. નંદબાબાએ બે લાખ ગાયો દાનમાં આપી. માત્ર ગાયો નહીં પણ શણગારીને ગાયો દાનમાં આપી. ભાગવતમાં લખ્યું છે કે, નંદ બાબાએ પોતાના ઘરના દરવાજા ખૂલ્લાં મૂકી દીધા ને કહ્યું કે જે જોઈએ તે લઈ જાવ.

બ્રાહ્મણોને સુવર્ણ સહિત વસ્તુઓ દાનમાં આપી. આપણા વેદમાં નવ પ્રકારે શુધ્ધિ બતાવી છે. પહેલી શુધ્ધી કાળ, બીજી શુધ્ધિ સ્નાન, પછી શૌચ, સંસ્કાર, તપ, યજ્ઞ, દાન, સંતોષ અને નવમી શુધ્ધિ છે આત્મવિદ્યા. આમ નંદ બાબાએ નવ પ્રકારે શુધ્ધિ કરી. ભગવાન શિવ જ્યોતિષીનું રૂપ લઈને કૃષ્ણ ભગવાનના દર્શન કરવા આવે છે. યશોદા ભગવાન શિવનું અઘોરી રૂપ જોઈને ના પાડી દયે છે કે મારે આમની પાસે જ્યોતિષ નથી જોવડાવવું. ભગવાન શિવે વિચાર્યું કે હું સાચી વાત કહી દઉં. એક નિયમ જછે કે, કપટ કરે કૃષ્ણ ના મળે. શિવે કહ્યું કે હું તો તારા બાળકના દર્શન કરવા જ આવ્યો છું. આમ છતા યશોદા  ના પાડી દયે છે. આથી શિવે એમે ત્યાં અડિંગો લગાવ્યો.આઆ બાજુ બાલકૃષ્ણ જોર-જોરથી રડવા માંડયા. કંઈક પ્રયત્નો કર્યા પણ બાળકૃષ્ણ રડતા બંધ ના થયા. અંતે બાલકૃષ્ણને યશોદા બહાર લાવી. યોગી અને યોગેશ્વરની નજર મળી. બાલકૃષ્ણ રડતા બંધ થયા. અને બાબા શિવ રડવા માંડયા.

Previous articleભાવ. પશ્ચિમના વિસ્તારક તરીકે ભાજપ દ્વારા હુસેનભાઈની વરણી
Next articleલશ્કરની તાલીમ પુર્ણ કરી આવતા નાની પાણીયાળી ગામના યુવાનોનું સ્વાગત