પાંચટોબરા રોડ પાસે જુગારની બાઝી માડી બેસેલા નવ શકુનિઓ ઝડપાયા

639

ગારીયાધાર ટોળપાણા પાંચટોબરા રોડ પાસેથી જાહેરમાં જુગાર રમતા ૦૯ શકુનીઓ ને રોકડ રૂ.૧૦,૧૫૦ તથા મોબાઇલ ફોન નંગ.૫ કિ.રૂ.૪,૦૦૦ મળી કુલ રૂ.૧૪૧૫૦ ના મુદ્દામાલ સાથેઝડપી લઇ ગારીયાઘાર પોલીસ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેગારીયાઘાર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન હકીકત મળતાં તુરતજ કે ગારીયાધાર ટોળપાણા, પાંચટોબરા રોડ વાડી વિસ્તાર ગાડાના માર્ગ પર બાવળની કાંટમા રેડ કરી ત્યારે જુગાર રમી રહેલા હારૂનભાઈ આદમભાઈ થારાણી ઉ.વ.૪૫ અરશીભાઈ ઉર્ફે બકાલી સલીમભાઈ લોહીયા,વિજયભાઈ શંભુભાઈ મેર ઉ.વ.૨૨ ઈકબાલભાઈ દલ ઉ.વ.૩૮ સલીમભાઈ ઉર્ફે ભયલુ મહમદભાઈ થારાણી ઉ.વ.૪૮ બાબુભાઈ કેશુભાઈ સિંગલ ઉ.વ.૪૦ કાળુભાઈ માવજીભાઈ મારૂ ઉ.વ.૩૨ સુરેશભાઈ ધનજીભાઈ કંટારીયા ઉ.વ.૩૫ ઈમરાનભાઈ ઉર્ફે ડાલાબાપુ ઈસ્માઈલભાઈ શેખ ઉ.વ.૩૯ ને રોકડ રૂ.૧૦,૧૫૦ તથા મોબાઇલ ફોન નંગ.૫ કિ.રૂ.૪,૦૦૦ મળી કુલ રૂ.૧૪,૧૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.