ભાવનગરમાં 4 ડીસેમ્બરે આખલાનાં હુમલામાં ઘવાયેલા આધેડનું 23 દિવસની સારવાર બાદ મોત

56

સરદારનગર વિસ્તારમાં આખલાએ આધેડને દસ ફૂટ ઢસડી હુમલો કર્યો હતો
ભાવનગર જિલ્લામાં આખલાના આંતકનો વધુ એક વ્યકિત ભોગ બન્યા છે. 4 ડીસેમ્બરના રોજ બનેલી ઘટનામાં ઘાયલ થયેલા એક આધેડનું 23 દિવસની સારવાર બાદ મોત નિપજ્યું છે. 4 ડીસેમ્બરના રોજ શહેરના સરદારનગર વિસ્તારમાં આખલાનાં આતંકનો શોકિંગ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થયો હતો. ગત 4 ડીસેમ્બરના રોજ શહેરના સરદારનગર બ્રહ્માકુમારી ડિવાઈન પેલેસની સામે રહેતા નિર્મળભાઈ ગુજરિયા નામના આધેડ પોતાના ઘરની બહાર નીકળતા જ આખલાએ તેને શીંગડે ભરાવ્યા હતા. શીંગડા વડે ઊંચકી આધેડને જમીન પર પટક્યા હતા. ત્ચારબાદ જમીન પર દસ ફૂટ ધસડી આખલાએ પોતાના પગ વડે નિર્મળભાઈને ખૂંદયા હતા. આખલાના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા નિર્મળભાઈને સારવાર માટે ખસેડવામા આવ્યાં હતા. જ્યાં 23 દિવસની સારવાર બાદ તેનું મોત નિપજ્યું છે. ભાવનગર શહેરમાં આખલાનાં આતંકની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. શોકિંગ વીડિયો જોઈ લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. ભાવનગર શહેરમાં રખડતા પશુઓના કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય લોકોએ રખડતા પશુઓને ત્રાસ દૂર કરવાની માગ કરી છે.