નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થિનીને ચેક અર્પણ કરાયો

0
664

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ , ભાવનગરની ૫૫ શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ કે જેઓના માતા ન હોય , પિતા ન હોય કે માતા પિતા બંનેને હોય અને આ સાથે વિકલાંગ , એમ.આર જેવા ૧૨૨૯ વિદ્યાર્થીઓને વર્ષ ૨૦૨૦ ૨૧ ના અંદાજપત્રમાં ફાળવવામાં આવેલ ૧૨ લાખની ગ્રાન્ટ માંથી શાળા ને ૩૦ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મહીડા તૈયબા યાસીફભાઈને રૂા- ૯૭૫ (નવસો પંચોતેર પુરા)નો ચેક અર્પણ કરવામાં આવેલ.જેમાં ચેરમેન નીલેશભાઈ રાવલ.ડે.ચેરમેન મહેન્દ્રસિંહ ગોહિલ , અને શાસનાધિકારી યોગેશભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં ચેક અર્પણ કરેલ. આમ કુલ ૧૧,૯૮,૨૭૫ (અગિયાર લાખ અઢાણ હજાર બસ્સો પંચોતેર પુરા) આવા તમામ વિદ્યાર્થીઓને ચુકવવામાં આવશે.
જે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડેલ છે.જેને સમ્રગ શિક્ષણ જગત આવકારે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here