ફાયર સેફ્ટીનાં અભાવે ઘરશાળા,બી એન વિરાણી સ્કૂલને ફાયર વિભાગે સિલ માર્યા

0
227

ભાવનગર મહાપાલિકાએ ફાયર સેફટીના સાધનો ન હોવાથી અગાઉ અનેક બિલ્ડીંગ સંચાલકોને નોટીસ ફટકારી હતી છતા મોટાભાગના લોકોએ ફાયર સેફટીના સાધનો મુકવાની તસ્દી લીધી ન હતી. હાલ મહાપાલિકાએ સીલ મારવાની કામગીરી હાથ ધરી છે.ફાયર સેફટીની બાબતે નોટીસ આપ્યા બાદ હવે ભાવનગર મહાનગરપાલિકાએ સીલ મારવાની કામગીરી હાથ ધરી છે તેથી ફાયર સેફટીના સાધનો ન મુકાવ્યા હોય તેવા બિલ્ડીંગ ધારકોમાં ફફડાટ ફેલાયો છે. ફાયર વિભાગની ટીમે ચાર બિલ્ડીંગ સીલ કરી હતી, જેમાં ઘોઘા રોડ પર આવેલ ફાતીમા કોન્વેટ સ્કૂલ, કાળીયાબીડમાં આવેલ વિદ્યાધીશ સ્કૂલ, જ્ઞાાનમંજરી બોયસ હોસ્ટેલ અને વિજયરાજનગરમાં આવેલ શ્રીહરી જેમ્સ વગેરેનો સમાવેશ થાય છે તો સોમવારે વધુ બે શાળા કાળીયાબીડની વિરાણી સ્કુલ અને વાઘાવાડી રોડ પરની ઘરશાળાને સીલ મરાયા છે.અગાઉ ફાયર સેફટીના નામે તંત્ર દ્વારા સેંટ ઝેવીયર્સ સ્કુલને પણ સીલ કરી હતી. આ ઉપરાંત કેટલીક વેપારી પેઢીઓ તેમજ હોસ્ટેલ અને ખાણીપીણીની દુકાનો પણ સીલ કરવામાં આવી હતી પરંતુ ભાવનગરમાં સરકારી શાળાઓમાં એક પણ જગ્યાએ ફાયર સેફટીના સાધનો છે નહી ત્યારે માત્ર ખાનગી શાળાઓને કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે. બિલ્ડીંગ ધારકો દ્વારા ફાયર સેફટીના સાધનો મુકવાની ખાતરી તેમજ વર્કઓર્ડર આપ્યા બાદ સીલ ખોલવામાં આવશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે ફાયર સેફટીના સાધનો મુકયા બાદ જ અને એનઓસી રીન્યુ કરાવ્યા બાદ જ સીલ ખોલવા જરી છે જેથી અકસ્માત અટકે સામાપક્ષે સરકારી કચેરીઓમાં સેફટીના સાધનો છે કે નહીં તે કાળજી લેવા પણ લોકો જણાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here