અંધ અભ્યુદય મંડળ દ્વારા જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને ૭૯મી વાર અનાજકીટનું વિતરણ

0
107

૨૦ થી વધુ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અન્નપૂર્ણા યોજના અંતર્ગત ૭૯મી વાર અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તા.૦૪/૦૧/૨૧ને સોમવારનાં રોજ અંધ અભ્યુદય મંડળ ભાવનગર દ્વારા અંધ શાળા ખાતે સાંજે ૪ઃ૦૦ કલાકે આર્થિક રીતે પછાત અને જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રમુખ લાભુભાઈ સોનાણીનાં અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાના પ્રમુખ લાભુભાઈ ટી. સોનાણીએ આ વખતની અનાજકીટના દાતા નીતાબેન રાજેશભાઈ વડેરાનો આભાર માન્યો હતો તેમજ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા દ્વારા લાભાર્થી પરિવારોને ૨ પ્લાસ્ટિક મોલ્ડ ખુરશી અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને પ્રતિમાસ અનાજકીટનું વિતરણ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here