ભાવ. મહાપાલિકાને નવ મહિનામાં વ્યવસાય વેરાની ૩ કરોડની આવક

368

ભાવનગર મહાપાલિકા દ્વારા ઘરવેરા, નળ, ગટર, શિક્ષણ સહિતના વેરા ઉઘરાવવાની સાથે વ્યવસાય વેરો અને વાહનકર પણ વસુલ કરે છે. ૩૧ ડિસેમ્બરે પુરા થતાં વર્ષ ૨૦૨૦નાં નવ મહિના દરમિયાન મહાપાલિકાને ઘર વેરા સહિતની ૮૩ કરોડ ઉપરાંતની આવક થવા પામી હતી તો વ્યવસાય વેરા અને વાહન કરની પણ જબરી આવક થવા પામી છે. વ્યવસાય વેરામાં નવ મહિનામાં ત્રણેક કરોડ અને વાહન કરમાં ૧.૧૯ કરોડની આવક થઇ હોવાનું જાણવા મળ્યું છે.
મહાપાલિકા દ્વારા ૧ એપ્રીલથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ દરમિયાન વ્યવસાય વેરાની વસુલાત કરવામાં આવી હતી જેમાં વેપારી પેઢીઓ (ઈ.સી.)માં રૂા. ૮૦,૯૦,૯૬૬ અને કર્મચારીઓ (આર.સી.)માં રૂા. ૧,૮૦,૯૪,૫૧૩ તેમજ ર૦ ઓક્ટોબર ૨૦૨૦થી ઓનલાઇન વેરો ભરવાની સિસ્ટમ શરૂ કરવામાં આવેલ ત્યારથી ૩૧ ડિસેમ્બર સુધીમાં ૩૬,૦૮,૦૭૬ની મળી નવ મહિનામાં વ્યવસાય વેરાની કુલ ૨,૯૭,૯૩,૫૫૪ની આવક થવા પામી છે. આ ઉપરાંત મહાપાલિકામાં નોંધાયેલા ટુ વ્હિલર થ્રી વ્હિલર અને ફોર વ્હિલર મળી કુલ ૫૮૩૮ વાહનોનો ૧ એપ્રીલ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં કુલ રૂા. ૧,૧૯,૪૧,૭૨૩ની આવક મહાપાલિકાને થવા પામી હતી. આમ, વાહન અને વ્યવસાય વેરામાં પણ મહાનગર પાલિકાને ૪ કરોડ ઉપરાંતની આવક થઇ હતી. જે ઘરવેરા કરતા વધારાની આવક થયેલ છે.

Previous articleઅંધ અભ્યુદય મંડળ દ્વારા જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને ૭૯મી વાર અનાજકીટનું વિતરણ
Next articleસ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના સંદર્ભે કોંગ્રેસ દ્વારા હેલ્લો કેમ્પેઇનનો પ્રારંભ