મકરસંક્રાંતિના પર્વને લઈ છેલ્લા રવિવારે લોકોની બજારમાં ખરીદીની ભીડ

0
270

મકરસંક્રાંતિ નો છેલ્લા રવિવારે હોવાથી બજારમાં પતંગ, રીલ, તથા ટોપી ચશ્માં, બ્યુગલ માર્કેટમાં અવનવાં ખરીદી કરવા લોકોની મહદઅંશે ભીડ જોવા મળી રહી છે. અને લોકો રીલ પીવરાવવા ઉમટી પડ્યા હતા. આજ થી જ લોકો પોતાની અગાસીઓમાં ઉત્તરાયણ પર્વ ની ઉજવણી શરૂ કરી દેશે.

આ વર્ષનો પ્રથમ તહેવાર પણ ફિક્કો

આ 2021 ની સાલનો પ્રથમ તહેવાર મકરસંક્રાંતિ ને આડે ચાર દિવસ બાકી રહ્યા છે જોકે કોરોનાને કારણે બધા તહેવારો ફિક્કા જોવા મળ્યા હતા તે જ રીતે આ કોરોનાને કારણે પતંગ, રીલ અને અન્ય વસ્તુઓની બજારમાં ખરીદીમાં ઘડાડો જોવા મળ્યો હતો. હાલ પતંગ બજારમાં જોવે તેવી ઘરાકી નથી અને લોકો પણ આ વખતે કોરોના ના કારણે થોડા નીરજ જોવા મળી રહ્યા છે દર વર્ષે જે રીતે પતંગ દોરી ની સાથે અન્ય વસ્તુઓની ખરીદી થઈ તેવી ખરીદી આ વખતે જોવા મળી નથી જોકે ઉતરાયણ પૂર્વના છેલ્લો રવિવાર એકાકી થોડી વેપારમાં મહદંશે જોવા મળ્યો હતો.

છેલ્લા રવિવારે લોકોએ ખરીદી કરી પર્વની ઉજવણી કરશે

પતંગ વિક્રેતા કહે છે કે મકરસંક્રાંતિનો છેલ્લા રવિવાર હોવાથી બજારમાં વિવિધ પ્રકારના પતંગો બજારમાં જોવા મળે છે લોકો સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરની છાપ વાળા પતંગ લેવાનું પસંદ કરી રહ્યા છે જોકે વિવિધ પ્રકારના ભૂંગળા, વિવિધ પ્રકારના ફેસ માસ્ક, અલગ અલગ પ્રકારના કાગળના તુકકલ અને બાળકો માટે કાર્ટૂન વાળા ચશ્માં અને વિવિધ પ્રકારની ટોપીઓ જોવા મળી હતી અને લોકો ખરીદી કરી રહ્યા છે. અને રીલ પીવરાવવાની ભીડ જોવા મળી હતી.

મકરસંક્રાંતિ માટે અવનવી વિવિધ વેરાયટીઓ

બજારમાં વિવધ પ્રકારના પતંગો ના ભાવ 20 થી લઈ ને 200 સુધીના પતંગોના ભાવો જોવા મળ્યા હતા, બ્યુગલ ના ભાવ 10 થી 150 સુધીના નાના-મોટા ભૂંગળા વાળા જોવા મળ્યા હતા, અવનવી લેડીઝ અને જેન્ટ્સ ની અલગ અલગ વેરાયટી ની ટોપીઓ માં જોવા મળી હતી. આ મકરસંક્રાંતિ નો છેલ્લા રવિવાર હોવાથી લોકો ખરીદી કરી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા થનગની રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here