શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અંતર્ગત રાણપુરમાં તાલુકાનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ.

198

રવિભાઈ અમદાવાદીયા(રા.સ્વ.સંઘ)એ રામ જન્મભૂમિ અને અભિયાન વિશે સંપૂર્ણ માહિતી આપી

તા-૧૫-૧-૨૦૨૧ થી તા-૨૭-૨-૨૦૨૧ સુધી સંપુર્ણ દેશમાં ૪ લાખ ગામોમાં ૧૩ કરોડ પરિવારોને જોડવાના ભવ્ય લક્ષ્ય સાથે વ્યાપક નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત આજરોજ બોટાદ જીલ્લાના રાણપુરમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ રાણપુર તાલુકા મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ ક્રિષ્ના કોમ્પલેક્ષ માં વિવેકાનંદ કો.ઓપ.ક્રેડિટ સોસાયટી ખાતે કરવામાં આવ્યો. જેમાં સંત મહામંડલેશ્વર ૧૦૦૮ પ.પૂ.પતિતપાવનદાસજી બાપુ દ્વારા દીપ પ્રાગટય કરીને કાર્યાલયને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.બાપુએ દરેક લોકોને અને દરેક સમાજને મનની ભાવના સાથે નિધિ સમર્પણ કરવાનું આહવાન કર્યું હતું. રવિભાઈ અમદાવાદીયા (રા.સ્વ.સંઘ) એ રામ જન્મભૂમિ અને અભિયાન વિશે સંપૂર્ણ માહિતી આપી હતી.
આ પ્રસંગે રાણપુર તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સોહિલભાઈ ખટાણા, ઘનશ્યામભાઈ ભુવા,ઘનશ્યામભાઈ સાવધરીયા,નાગજીભાઈ રબારી, ગંભીરસિંહ, ડો.જગદીશભાઈ પંડ્યા, ધીરુભાઈ ઘાઘરેટિયા, કિશોરભાઈ ધાધલ,નરેન્દ્રભાઈ દવે,હરીભાઈ સભાડ,વિરમભાઈ સીતાપરા,દેવાંગભાઈ રાઠોડ,ધરાબેન ત્રિવેદી,મનસુખભાઈ મેર,નરેશભાઈ જાંબુકીયા,ઈશ્વરભાઈ ભરાડીયા,ભરતસિંહ ડોડીયા,મુકેશભાઈ સભાડ સહીતના આગેવાનો તેમજ મોટી સખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

તસવીરઃવિપુલ લુહાર,રાણપુર