શહેરમાં જૂની અદાવતે પિતા-પુત્રો પર હિચકારો હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

630

ભાવનગર શહેરના એક વિસ્તારમાં સરકારી જમીન ના કબ્જા મુદ્દે બે વ્યક્તિ ઓ વચ્ચે સજૉયેલ વૈમનસ્ય અને જૂની અદાવતે પિતા-પુત્રો પર ૬ શખ્સોએ હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્તે ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.શહેરના બોરતળાવ સ્થિત ધોબીઘાટ વિસ્તારમાં રહેતા અને વાહન રીપેરીંગ નું ગેરેજ ધરાવતા મહેબૂબ ભીખુ બલોચ એ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ નોંધાવી હતી કે જુના બંદર રોડ પર જીએમબી ની માલિકીની જગ્યા માં પોતે વાહન રીપેરીંગ નું ગેરેજ ધરાવતા હોય આ જમીન મુદ્દે સાજીદ ઉર્ફે કલ્લુ મજીદ પણ દાવો કરતો હોય અને અગાઉ આ મુદ્દે બે-ત્રણ વાર માથાકૂટ કરી ચૂક્યો હોય દરમ્યાન ગય કાલે ભૂપી ચુડાસમા, યુવરાજ ચુડાસમા, સાજીદ, સાજીદ નો ભાઈ તથા કડી વાળો ડ્રાઈવર ગેરેજે આવી માથાકૂટ કરી લોખંડના પાઈપ વડે હુમલો કરી ફરિયાદી તથા પુત્રો ને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટ્યા હતાં આ અંગે પોલીસે ૬ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.