સિહોર ખાતે સી.આર.પાટીલનો ૪૦૦ સરપંચો સાથે સીધો સંવાદ

275

આજે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સી.આર. પાટીલ ભાવનગર જિલ્લાની મુલાકાતે છે ત્યારે આજે તેઓ ભાવનગરના સિહોર ખાતે આયોજિત સરપંચ સંવાદ અને નવનિયુક્ત હોદ્દેદારો ના સન્માન સમારોહ માં ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં સિહોર નંદ પાર્ટી પ્લોટમાં ૪૦૦ જેટલા પ્રગતિશીલ સરપંચો સાથે સીધો સંવાદ કર્યો હતો.આ તકે સરકારની ૩૭૫ જેટલી યોજનાઓ ની સંપૂર્ણ વિગત વોટ્‌સએપ પર મેળવી શકાય તે માટે ખાસ નંબર ૦૨૬૧-૨૩૦૦૦૦૦ જે યોજનાઓ નો છે તે સરપંચો ને આપ્યો હતો.વિઓ ૧ઃસિહોર ખાતે આજે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષના યોજાયેલા સરપંચો સાથેના સીધા સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માન્ડવીયા,મંત્રી વિભાવરીબેન દવે, મંત્રી પરસોત્તમ સોલંકી,મંત્રી કુંવરજીભાઈ બાવળિયા,સાંસદ ડો.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી,જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા સહિત ના લોકો જોડાયા.ભાવનગર જિલ્લામાં પધારેલા અધ્યક્ષ નું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું.અને સિહોર કેસરિયા રંગ માં રંગાયું હતું.આજના આ કાર્યક્રમમાં કોરોના ની ગાઈડલાઈન નું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું તેમજ સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભવો અને ગ્રાઉન્ડ માં સરપંચો માટે ખાસ ખાટલાઓમાં બેઠક ની વ્યવસ્થા કરવામાં આવી હતી.આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી પૂર્વે આ મુલાકાત ખૂબ મહત્વની બની રહેશે. ચૂંટણી પૂર્વે ચૂંટણી ના માઈક્રો પ્લાનિંગ એવી પેઈજ અને બુથ સમિતિ એ પોતાની કામગીરી મોટાભાગે ની પરિપૂર્ણ કરી છે અને જે લોકોએ કામગીરી પૂર્ણ કરી છે તેવા લોકોએ કામગીરી નો અહેવાલ પણ અધતાક્સ ને સુપ્રત કર્યો હતો.જેમાં પ્રગતિશીલ સરપંચો દ્વારા હકીકતમાં સરકારની યોજનાઓનો લાભ લોકોને અપાવ્યો છે તેવા સરપંચોની સરાહના કરી હતી. તેમજ ૦૨૬૧ ૨૩૦૦૦૦૦ નંબર ને સરપંચો ના મોબાઈલ માં સેવ કરાવી આ યોજના નંબર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગેની સંપૂર્ણ માહિતી મેળવી લોકોને આ યોજનાથી લાભન્વિત કરી શકાય તે અંગેની જાણકારી આપી હતી.

Previous articleસી.આર.પાટીલનો ઓડીટોરીયમ ખાતે પેઈઝ પ્રમુખો અને સમિતિના સભ્યો સાથે સંવાદ યોજાયો
Next articleહાદાનગરનો રસ્તો બંધ કરાતા શહેર કોંગ્રેસ દ્વારા રેલવે તંત્રને સદબુદ્ધિ આવે તે માટે રામદરબારનું આયોજન