રાજુલા માર્કેટયાર્ડ ખાતે સાંસદ નારણભાઇનો સન્માન સમારોહ

533

આજરોજ રાજુલા માર્કેટ યાર્ડ ખાતે નારણભાઇ કાછડીયાનો ભવ્ય સત્કાર સમારંભ યોજાયો. વિધાનસભા મતવિસ્તારમાંથી ૪૫ હજાર મતોની લીડ અને નાનામાં નાના ભાજપ કાર્યકર્તા અને હિરાભાઇ સોલંકીની ખૂબ જહેમતતી મને ૪૫ હજાર મતોની જંગી લીડ આપી. ઇતિહાસ જનતાએ સર્જી દીધો. પ્રવચનના વિશેષ ખાસ નોંધ લેવા જેવી બાબતો નો ઘટસ્કોપ કર્યો કે અમરેલી બેઠક આ વખતે જીતવી ખુબ મુશ્કેલ હતી કારણ કે કોંગ્રેસ જાહેરમાં એમ કહેતા કે ખાટલાના ચાર પાયા તેમાં એક પાયો પરશોત્તમભાઇ રૂપાલા, બીજો પાયો દિલીપભાઇ સંઘાણી, ત્રીજો પાયો બાલુભાઇ ઉઘાડને તોડી નાખ્યા છે. અને ૪ પાયો નારણભાઇનો છે. તેને તો અમે ક્યાય ઉખેડી ને ફેંકી દઇશું પણ ત્યાં તો ઉલટું થયું. ૨ લાખ મતોની જંગી લીડથી વિજેતા થયો તે જીત તમારી અને મીડીયા જગતની છે. જેણે સાચું જ છાપયું છે. અને આ તકે જિલ્લા મહામંત્રી રવુભાઇ ખુમાણ, શહેર ભાજપ પ્રમુખ મયુરભાઇ, તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઇ લાડુમોર, વેપારી એસોસીએશન પ્રમુખ બકુલભાઇ વોરા, કાઠી ક્ષત્રીય સમાજ વતી કાતર દરબાર દાદબાપુ વરૂ, બારોટ સમાજ વતી કિશોરભાઇ રેણુકા, અમરૂભાઇ બારોટ, બાબભાઇ બારોટ, કોળી સમાજ વતી બાબભાઇ ડેડાણ, બ્રહ્મસમાજ વતી દિલીપભાઇ જોશી, દુષ્યંતભાઇ  ભટ્ટ, સેફાદાદા, પટેલ સમાજ વતી વિનુભાઇ માંડરડી, તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં થી સરપંચો કનુભાઇ ધાખડા વાવેરા, પ્રતાપભાઇ મકવાણા, સામતભાઇ વાઘ, યાર્ડ ઉપપ્રમુખ મહેન્દ્રભાઇ ધાખડા, માજી તાલુકા પ્રમુખ વલ્કુભાઇ બોસ હાલ તાલુકા પ્રમુખ સ્થાનેથી જીલુભાઇ બારૈયા ઉપપ્રમુખ અરજણભાઇ વાઘ, વિક્રમભાઇ સિયાળ, નાજભાઇ પીંજર, તેમજ ભાજપ મહિલા વિભાગના બહોળી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સાંસદ નારણભાઇને શાલ ફુલહારના ગંજ ખખડાવી દિધા.

રાજુલા વેપારી મંડળ દ્વારા શરૂઆત કરાઇ

રાજુલા વેપારી મંડળના બકુલભાઇ વોરા એ રજુઆત કરતા જણાવ્યું હતું કે રાજુલા શહેર મધ્યે આવેલ રેલ્વે સ્ટેશન જર્જરીત અને બંધ હાલતમાં આવેલ છે. પણ સેવા નહીં મળતા પ્રજાને ચાર કિ.મી. દુર બર્બટાણા જવું પડે છે તો જ્યારે હવે કેન્દ્રમાં ભાજપની સરકાર બની છે ત્યારે આ પ્રશ્ન હલ કરવા રજુઆત કરી હતી. ઉપરાંત મહુવા – મુંબઇ બાંદ્રા, સુરત ટ્રેઇનને કાયમી કરવા માંગણી કરી હતી.

Previous articleગુજરાતમાં ચાર સીટો પર પેટાચૂંટણીને લઇને તૈયારી
Next articleરમઝાન ઈદની આજે ભવ્ય ઉજવણી