શહેરમાં રેપીડ ટેસ્ટ માટે લોકોમાં સ્વયં જાગૃતિ…..

505

છેલ્લા એક અઠવાડીયાથી ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં થઈ રહેલા સતત વધારાના કારણે લોકોમાં સ્વયં જાગૃતિ આવી હોય તેમ અને લગભગ સોસાયટી ફલેટ અને આસપાસના ઘરોમાં પોઝીટીવ કેસ આવ્યા હોવાના કારણે અને જેના ઘરે પોઝીટીવ આવ્યો હોય તેના પરિવારના સભ્યો પણ હવે પોતાને ચેપ લાગ્યો નથી તેની ચોકસાઈ કરવા રેપીડે ટેસ્ટ કરાવી રહ્યા છે શહેરમાં અનેક સ્થળે રેપીડ ટેસ્ટ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે જેમાં હવે લાંબી કતારો જોવા મળી રહી છે. આથી કહી શકાય કે લોકોમાં હવે સ્વયંભૂ જાગૃતિ આવી છે.