કુંભારવાડા છેલ્લા ઘણા દિવસોથી દુષીત પાણી મળતા મહિલાઓનો ભારે આક્રોશ

276

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા બે માસથી ડ્રેનેજ યુક્ત ગંદુ પીવાનું પાણી વિતરણ કરાતું હોવાને લઈને મહિલાઓ દ્વારા હોબાળો મચાવ્યો હતો. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ગોકુલનગર શેરી નંબર ૮ માં મહિલાઓ દ્વારા હોબાળો કરાયો હતો અને મહાનગર પાલિકા તંત્ર વિરુદ્ધ રોષ સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા. આ વિસ્તારમાં છેલ્લા બે માસથી પીવાનું પાણી ગંદુ અને ડ્રેનેજ યુક્ત આવતું હોવાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કુંભારવાડા ગોકુલનગર શેરી નંબર ૮ અને વણકર સોસાયટી બંને વિસ્તારોમાં દુર્ગંધ યુક્ત પાણી વિતરણ કરવામાં આવતું હોય સ્થાનિકોમાં રોગચાળાનો ભય પણ ફેલાયો છે. હાલ નજીકમાં જ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે સ્થાનિકો દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે જો પીવાના પાણીની વ્યવસ્થા આ વિસ્તારમાં નહીં કરી આપવામાં આવે તો અનેક લોકો મતદાન પણ નહીં કરે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા તમામ વેરાઓ સ્થાનિક લોકો દ્વારા ભરપાઈ કરવામાં આવે છે, ક્યારે પીવાના પાણીની વ્યવસ્થા પણ મહાનગરપાલિકા દ્વારા કરી આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી. ૨ જે અંગે સ્થાનિક મહિલાઓ દ્વારા જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કોરોના ને લઈને લોકોને તમામ પ્રકારે સાવચેતી જાળવવા સહિતની તકેદારી રાખવાનું કહે છે પરંતુ આ વિસ્તારમાં ડૉ અને ગંદુ દુર્ગંધ યુક્ત પાણી વિતરણ કરવામાં આવે છે જેનાથી કોરોના વગર જ સ્થાનિક લોકોમાં રોગચાળો ફેલાયો છે.અને નાના બાળકોને પણ ઝાડા ઉલટી જ વાત કહેશો આ વિસ્તારમાં જોવા મળે છે.ત્યારે આ વિસ્તારમાં લોકોને શુદ્ધ અને પીવાલાયક પાણી વિતરણ કરવામાં આવે તેવી મહિલાઓ દ્વારા માંગ કરાઈ હતી.

Previous articleભાવનગર જિલ્લામાં ૬૫,૪૨૨ લાભાર્થીઓને અન્ન સલામતી યોજનાનો લાભ મળશે
Next articleન. પ્રા. શિક્ષણ સમિતિ, આયોજિત અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગરના સૌજન્યથી શિક્ષકો માટે મૈત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ