શહેર-જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી આરોગ્ય કર્મચારીઓને કોરોના વિરોધી રસી આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે ગુરૂવારે પણ બાકી રહેતા આરોગ્ય કર્મચારીઓને રસી અપાશે.
શહેર અને જિલ્લાના ૬ આરોગ્ય સેન્ટર પર આજે ગુરૃવારે આશરે ૩૦૦થી વધુ આરોગ્ય કર્મચારીઓને કોરોના વિરોધી રસી આપવાનુ આયોજન કરવામાં આવેલ છે.
આરોગ્ય કર્મચારીઓને તબક્કાવાર કોરોના વિરોધી રસી આપવામાં આવી રહી છે, જેમાં ગત શનિવારે ૪૦૯ આરોગ્ય કર્મચારીઓને કોરોની રસી આપવામાં આવી હતી, જયારે ગત મંગળવારે ૩૧૪ આરોગ્ય કર્મચારીઓને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.
















