મહાનગરપાલિકાનીની ચૂંટણીનો રંગ ઉમેદવારો પર ચડ્યો : મતદારો નિરસ

525

ભાવનગર મહાપાલિકાની ચૂંટણી માટેનાં ઉમેદવારો નક્કી થઈ ચૂક્યા છે. તેવામાં ચૂંટણી આડે ૧૦ દિવસ જેટલો સમય હોય ભા.જ.પ., કોંગ્રેસનાં ઉમેદવારોએ પ્રચાર કાર્યનો આરંભ કર્યો છે. તેની સાથો સાથ ઉમેદવારોમાં મહાપાલિકાની ચૂંટણીનો રંગ ચડ્યો છે. પરંતુ ભાવનગરનાં લોકોમાં નિરસતા જોવા મળી રહી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના ફોર્મનો ઉપાડ થઈ ચુક્યો છે. આ તમામ ઉમેદવારોનાં નામોની જાહેરાતો પક્ષ દ્વારા કરવામાં આવી નથી પરંતુ ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચુકી છે.
ભાવનગર મહાપાલિકાનાં ઉમેદવારોએ પોતાનાં વોર્ડમાં કાર્યાલયો ખોલી નાખ્યા છે. તેની સાથો સાથ પ્રચાર કાર્ય શરૂ કર્યા છે. હવે વિવિધ પક્ષનાં ઉમેદવારો ફલેટ, મોહલ્લાઓમાં ગૃપ મિટીંગો શરૂ કરશે. તેની સાથો સાથ રાજકીય પક્ષોનાં ઉમેદવારો પ્રચાર માટે સોશ્યલ મીડીયાનો સહારો પણ લઈ રહ્યા છે. મતદાનને આડે દસેક દિવસ જેટલો સમય હોય ઉમેદવારો મત મેળાવડા માટે ચૂંટણી જંગે ચડી ચુક્યા છે. ઉમેદવારો પોત પોતાનાં વોર્ડમાં વાયદાઓ કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ હવે મતદારો પણ જાગૃત બન્યા છે. ઉમેદવારનાં ચૂંટણી ટાણે કરેલા વાયદાઓને સમજી ગયા છે. પરંતુ ચૂંટણી ટાણે ઉમેદવારોએ મતની ખેંચતાણ માટે મતદારોને ચોકલેટ તો આપવી જ પડે જો કે ચૂંટણીનો ધમ-ધમાટ હાલ શરૂ થઈ ચૂક્યો છે. ઉમેદવારોએ પોતાના વોર્ડમાં પ્રચાર કાર્ય આરંભી દિધી છે. હવે રોડ પર માઈક રિક્ષા પણ જોવા મળશે. ભાવનગરનાં અલગ વોર્ડમાં કાર્યાલયો ખોલી નાખ્યા છે. કાર્યાલય પર ચાની કિટલીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. બેનરો હોર્ડીંગ પણ લગાવી દેવામાં આવ્યા છે.ચૂંટણી આવતાની સાથે અલગ અલગ રાજકીય પક્ષનાં નેતાઓ પણ મેદાનમાં આવી જાય છે.
પોત-પોતાનાં ઉમેદવારોની હિમાયત કરવામાં મશરૂફ બની જાય છે. હાલ મહા પાલીકાનાં પડઘમ શરૂ થઈ ચૂક્યા છે. અલગ અલગ રાજકીય પક્ષોનાંં ઉમેદવારો ચૂંટણીનાં મેદાનમાં પોત-પોતાનું જોર લગાવી રહ્યા છે. અને મતદારોને લુભાવવાનો પ્રચાર શરૂ કર્યો છે. તેમજ રાજકીય પક્ષો દ્વારા એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપની રણતીતી પણ શરૂ થઈ ચૂકી છે. આમ ભાવનગરમાં મહાનગરપાલીકાની ચૂંટણીનો માહોલ તો જામ્યો છે. પરંતુ ભાવેણાવાસીઓમાં નિરસતા જોવા મળી રહી છે. અલગ અલગ પક્ષનાં ઉમેદવારોએ પ્રચાર કાર્યનો આરંભ ભગવાનનાં આર્શિવાદ મેળવી શરૂ કર્યો છે. તદ્દઉપરાંત મહાપાલિકાની ચૂંટણી સાથો સાથ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનાં ફોર્મ ઉપાડની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. તેવામાં સંપૂર્મ પણે ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Previous articleભાવનગર શહેર ભાજપે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિતે સમર્પણ દિવસ તરીકે ઉજવણી કરી
Next articleકાવ્ય મુદ્રા સંસ્થા દ્વારા ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે એવોર્ડ્‌સ અર્પણ