કાવ્ય મુદ્રા સંસ્થા દ્વારા ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે એવોર્ડ્‌સ અર્પણ

629

સરસ્વતી નો પૂર્ણ અવતાર એટલ કવિતા. આપણે ત્યાં ઘણાં અવતારો આવ્યા હતા. પરંતુ મારી સમજણ અનુસાર કવિતા એ સરસ્વતિ નો પૂર્ણ અવતાર છે. સરસ્વતિ કવિતા રૂપે કવિના હૃદયમાં નર્તન કરે છે.વર્તમાન સમયમાં કોવિડ ને લીધે અહીં યોજાયેલો આ કાર્યક્રમ ભવ્ય નથી પરંતુ દિવ્ય છે. ભવ્ય તો ક્યારેક ક્યારેક ભંગાર બને છે. અમદાવાદસ્થિત કાવ્ય મુદ્રા સંસ્થા દ્વારા વર્ષ ૨૦૧૯ નોવિનોદ ટેવતિયા એવોર્ડ કવિ યજ્ઞેશ દવે ને અને વર્ષ ૨૦૨૦ નો યુવા કવિ પુરસ્કાર કવિ ભાવેશ ભટ્ટ ને પૂજય મોરારિબાપુ ના વરદ હસ્તે ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે આજે સાંજે એનાયત કરાયો છે.આ પ્રસંગે સંસ્થા ના સંયોજક હર્ષદ બ્રહ્મભટ્ટ, આર. પી જોષી વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
પૂજ્ય બાપુ એ બન્ને કવિઓ નું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

Previous articleમહાનગરપાલિકાનીની ચૂંટણીનો રંગ ઉમેદવારો પર ચડ્યો : મતદારો નિરસ
Next articleરોટરી ડિસ્ટ્રીક્ટ ૩૦૬૦ દ્વારા સોમનાથથી ઘુલે કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું