શહેર ભાજપ દ્વારા ચૂંટણીને લઈ સંકલ્પ પત્ર બહાર પડાયું

334

મહાનગરપાલિકા નાં ૧૩ વોર્ડ માટે આગામી ૨૧ ફેબ્રુઆરીના રોજ ચુંટણી યોજાનાર છે જેને લઈને ભાજપ પક્ષ દ્વારા જોર શોર થી પ્રચાર પ્રસાર કરી લોકો પાસે મતોની અપીલ કરવામાં આવી રહી છે.ત્યારે આજે ભાજપ દ્વારા ચુંટણી માટે સંકલ્પ પત્ર ની જાહેરાત કરવામાં આવેલ જેમાં સ્વચ્છતા,ટ્રાફિક નિયમન તેમજ પાર્કિંગ વ્યવસ્થા ,ટાઉન પ્લાનીંગ અને ડેવપમેન્ટ,ફાયર સેફટી,પાકૃતિક સોંદર્ય માટે મિશન પ્રકૃતિપ્રેમ,લોકો ની પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદો ઝડપ થી નિરાકરણ માટે ક્વીક રિસ્પોન્સ સેલ ની રચના,વીજળી બચત તેમજ સૌર ઉર્જા મહાનગરપાલિકા ની તમામ મિલકતો પર સોલાર પ્રોજેક્ટ,તેમજ ફ્લાઈ ઓવર બ્રીજ ઉપરાંતસૌની યોજના થી બોરતળાવમાં પાણી લાવવાનું આયોજન આગામી પાચ વર્ષ માટે ની જાહેરાત કરવામાં આવેલ.ભાજપના સંકલ્પ પત્ર ની જાહેરાત કરતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવેલ કે ભાવનગર મહાનગરપાલિકા ની ચુંટણીમાં ભાજપ દ્વારા જે સંકલ્પ પત્ર ત્યાર કરવામાં આવ્યો છે તે લોકઉપયોગી હોવાની સાથે પ્રજા લક્ષી લેવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને મધ્યમ વર્ગના બાળકો તેમજ યુવાનો શિક્ષણ માટે લાઈબ્રેરી ની સુવિધા ઉભી કરવામાં આવશે ઉપરાંત શહેરમાં બિનવ્યવસાયિક કલાપ્રવુતિ કરતી સંસ્થા મેઘાણી કલાભવન અને આર્ટ ગેલેરીને ઓછી કીમતે ભાડે આપવાની તેમજ વ્યાયામ માટે ફીટ નેશ યોજના,આગામી ચુંટણી બાદ ૬૨૮૯ આવાસ યોજના, ઉપરાંત ફાયર સેફટી બાબતે વધુ ધ્યાન આપવાની તેમજ સમગ્ર શહેરમાં બાગ બગીચાઓની જાળવણી તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગ વધારી વિક્ટોરિયા પાર્કની જાળવણી મિશન પ્રકૃતિપ્રેમ અતર્ગત કરવાની વાત કરેલ.આ ઉપરાંત શહેરમાં પાણી ,ડ્રેનેજ,લાઈટ અને સ્વચ્છતાને લગતી ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે ક્વિક રિસ્પોન્સ સેલ ની રચના કરવા કટ્ટીબદ્ધ હોવાનું જણાવેલ.આ ઉપરાંત કોંગ્રેસ ને આડે હાથ લેતા વધુમાં જણાવેલ કે કોંગેસ પોતાના ઉમેદવારોના મેન્ડેટ સમયસર મોકલવામાં અસમર્થ રહી હતી તે લોકોના કામો કઈ રીતે કરશે.ભાજપ સરકાર એ લોકો સાથે હંમેશા રહી છે અને રહશે અને આગામી દિવસોમાં પણ માળખા કીય સુવિધાઓ લોકો સુધી પહોચાડી સુદ્રઢ અને સુવિધા યુક્ત શાસન લાવશે નું જણાવેલ.

Previous articleત્યાગ અને સમર્પણનું બીજું નામ એટલે પ્રેમ ભાગ 2
Next articleભાજપ લોકમતથી નહીં પણ દાદાગીરીથી લોકતંત્રનું હનન કરવા માંગે છેઃ શક્તિસિંહ ગોહિલ