વડોદરામાં પિતા-પુત્રના મોત સંદર્ભે સિહોર બ્રહ્મભટ્ટ સેના દ્વારા આવેદન

1177

તાજેતરમાં વડોદરા શહેરમાં બ્રહ્મભટ્ટ સમાજ આશાસ્પદ યુવાન પુત્ર અને તેના પિતાનું વીજ કંપનીની ગંભીર બેદરકારીના કારણે થયેલ દુઃખદ અવસાન અંગે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરવા તેમજ મૃતક પિતા-પુત્રના પરિવારને સરકારી સહાય મળી રહે તેના અનુસંધાનમાં બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના સિહોર દ્વારા આજ રોજ સિહોર મામલતદારને આવેદનપત્ર આપીને ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં સિહોર બ્રહ્મભટ્ટ સમાજના ઘનશ્યામભાઈ રાણા, તનસુખભાઈ રાવ,હિતેશભાઈ મલુકા, અનિલભાઈ પ્રબતાણી, વિરલભાઈ બ્રહ્મભટ્ટ તથા હસમુખભાઈ દેવલુક તેમજ બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેનાના સિહોર કન્વીનર યુવરાજ રાવ,વિમલ રાણા,વિશાલ રાવ, અભિષેક પ્રબતાણી, પૂજન રાણા તેમજ સિહોર બ્રહ્મભટ્ટ સમાજના યુવાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.