ભાવનગરમાં ધોરણ ૬ થી ૮ની સ્કૂલ શરૂ થતાં બાળકો ખુશ-ખુશાલ

271

સમગ્ર ગુજરાતની સાથે સાથે ભાવનગરમાં પણ સરકાર ની ગાઈડલાઈન મુજબ આજે સરકારી-અર્ધસરકારી ધોરણ ૬ થી ૮ શાળાઓ શરૂ કરવામાં આવી છે, એક વર્ષ જેટલા લાંબા સમય બાદ શાળાઓમાં બાળકોનો કલરવ સાંભળવા મળ્યો હતો, બાળકો પણ લાંબા સમય બાદ શાળામાં આવીને આનંદિત થયા હતા.બાળકો શાળાએ આવતા ઘણો આનંદ થયો હતો અને આજે વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા હતા જેની અંદાજીત ૭૦ ટકા વિદ્યાર્થીઓ આવ્યા હતા. અને છેલ્લા ઘણા મહિનાથી ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ કરતા હતા, તેમાં ઘણા પ્રોબ્લેમ થતા હતા અને બાળકોને અભ્યાસમાં રસ પડતો નહીં કારણકે કયારે નેટવર્ક પ્રોબ્લેમ, કયારે એક જ ઘરમાં બે બાળકો હોય તો એક જ ભણી શકે તેવી અનેક પરિસ્થિતિ ઉભી થતી હતી. બાળકોનો વાલીએ સંમતિપત્ર આપી ને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે ક્લાસરૂમમાં પણ વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે એક બેંચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યો હતો. આમ સરકારની ગાઈડ લાઈન પ્રમાણે બેઠક વ્યવસ્થાઓ ગોઠવી ને અભ્યાસ શરૂ કરવામાં આવ્યા હતા.
પ્રિન્સીપાલ વનમાળીભાઈ દ્વારા શાળાઓમાં કોરોનાની મહામારી ધ્યાનમાં રાખીને થર્મલગન ટેમ્પરેચર ચેક કરી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને શાળાના વર્ગખંડમાં માસ્ક અને ઝીક ઝેક બેઠક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. જે શાળાઓના આરોડાઓ સુનસુના હતા તે આજે ખિલખિલાટ કરતા બાળકો અને શિક્ષકો ખુશખુશાલ જોવા મળ્યા હતા.