ભાવનગર જિલ્લામાં શાતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન, જિ.પં.માં ૬૦.૫૬ ટકા, તા.પં.માં સરેરાશ ૬૦.૮૯ ટકા મતદાન, ન.પા.માં સરેરાશ ૬૦.૮૭ ટકા મતદાન

275

માં ૫૭.૫૩ ટકા મતદાન નોંધાયું છે. તો જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતમાં સરેરાશ ૫૭.૮૮ ટકા મતદાન નોંધાયું છે.તો ત્રણ નગરપાલિકામાં સરેરાશ ૫૫.૮૭ ટકા મતદાન નોંધાયું છે.
તાલુકા પંચાયતની વાત કરીએ તો તળાજા તાલુકા પંચાયતમાં ૫૬.૫૯ ટકા, જેસરમાં ૫૨.૭૯ ટકા, ઘોઘામાં ૬૪.૪૯ ટકા, ભાવનગરમાં ૬૧.૩૮ ટકા, પાલિતાણામાં ૬૧.૧૫ ટકા, ગારિયાધારમાં ૪૯.૧૩ ટકા, મહુવામાં ૫૬.૩૩ ટકા, વલ્લભીપુરમાં ૫૨.૭૯ ટકા, શિહોરમાં ૬૨.૧૮ ટકા અને ઉમરાળામાં ૫૭.૪૧ ટકા મતદાન થયું છે. જ્યારે નગરપાલિકાની ચૂંટણીમાં મહુવામાં ૫૨.૧૧ ટકા, પાલિતાણામાં ૫૮.૯૪ ટકા અને વલ્લભીપુરમાં ૬૩.૪૧ ટકા મતદાન નોંધાયું છે.ભાવનગર જિલ્લા પંચાયતની કુલ ૪૦ બેઠકો માટે ૧૧૧ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. જ્યારે ૧૦ તાલુકા પંચાયતની કુલ ૨૧૦ બેઠકો માટે કુલ ૫૬૩ ઉમેદવારો વચ્ચે જંગ છે. તો ત્રણ નગરપાલિકાની કુલ ૯૬ બેઠકો માટે ૨૩૬ ઉમેદવારો મેદાનમાં છે.ત્રણ પાલિકાની ચૂંટણીમાં કુલ ૧,૩૨,૧૬૪ મતદારો નોંધાયા છે જે આ ૨૩૬ ઉમેદવારોનું ભાવિ ઘડશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ ૩૪૬ બેઠકો માટે કુલ ૯૧૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. ત્રણ પાલિકાના આ ચૂંટણી જંગમાં મહુવા નગરપાલિકામાં ૫૯ અને પાલિતાણા નગરપાલિકામાં પણ ૫૯ તેમજ વલભીપુર પાલિકામાં ૧૬ મળી તેમ કુલ ૧૩૪ મતદાન મથકો છે.જિલ્લાના અનેક જગ્યાએ વૃધ્ધો જાતે ચાલી નહોતા શકતા તો પણ મતદાન કરવા આવ્યા હતા. જિલ્લાના હાથબ ગામનાં ૧૦૬ વર્ષનાં માજી કાળીબેન મોહનભાઈ ગોહિલ મતદાન કરવા પહોંચ્યાં હતા. જ્યારે મહુવાના ટીટોઙીયા ગામ ખાતે ૧૦૭ વર્ષથી વધુ ઉપરની વયના માજી અમ્રુબા ગીગુભા ચાવડા ચાલી ન શકતા હોવા છતાં મતદાન કરવા પહોંચ્યા હતા. તો બીજા પણ અનેક વૃધ્ધો ચાલી ન શકતા હોવા છતાં પણ “મતદાન અવશ્ય કરવું” જેવા સુત્ર સાથે મતદાન કરવા આવ્યા હતા.

Previous articleકેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પરિવાર સાથે પોતાના વતન હણોલ ગામે મતદાન કર્યું
Next articleશિશુવિહાર ખાતે ફ્રી દ્રષ્ટિ ચકાસણી કેમ્પ યોજાયો