શિક્ષકને કોરોના થતાં શાળાના વિદ્યાર્થીઓને તાબડતોડ રજા આપી

395

ગઢડાની સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકને કોરોના થતાં શાળાના વિદ્યાર્થીઓને તાબડતોડ રજા આપી દેવામાં આવી હતી. પંથકમાં શિક્ષક સહિત બે વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયા છે. જેમને સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ગઢડા તાલુકામાં કોરોના વેક્સીનની પ્રક્રિયા અને લાંબા લોકડાઉન બાદ લોકો માનસિક રીતે કોરનાથી મુક્ત થવા લાગ્યા છે. કોરોનાની રફ્તાર ધીમી પડતા જનજીવન થાળે પડવા માંડયું છે અને સરકારે પણ શાળા -કોલેજ સહિતના સંકુલો રાબેતા મુજબ કાર્યરત કરી દીધા છે તેવામાં ઘણાં સમય બાદ ગઢડા પંથકમાં કોરોનાએ ફરી ઉથલો મારતા લોકોની ચિંતામાં વધારો થયો છે. સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે શાળામાં તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. પ્રાથ. શાળાના શિક્ષક ઉપરાંત અન્ય એક વ્યક્તિને પણ કોરોના થતાં દરદીને સારવાર અર્થે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Previous articleકુંભારવાડામાં એક સાથે પાંચ ગાયના મોતથી માલધારીઓમાં વ્યાપ્યો રોષ
Next articleસ્ટ્રોગરૂમ બહાર ચુસ્ત બંદોબસ્ત