કાળીયાબીડ વિરાણી ચોક ખાતે સ્વ. માધુભા વિભાજીની દ્વિતીય પૂણ્યતિથી નિમિત્તે શ્રધ્ધાજંલી કાર્યક્રમ યોજાયો

145

શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ભગવાન બાહુબલી સર્કલ , વિરાણી ચોક ખાતે સ્વ.માધુભા વિભાજી ચુડાસમા ની દ્વિતીય પુણ્યતિથી નિમિત્તે અનોખી રીતે પ્રકૃતિની સાનિધ્યમાં શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયેલ . ભારતીય સંસ્કૃતિના જતન અને આરોગ્ય જાળવણી ના આ કાર્યક્રમની શરૂઆત ટુંકી પ્રાર્થનાથી કરવામાં આવેલ તેમજ દિપ પ્રાગટ્ય શહેર પ્રમુખશ્રી રાજીવ પંડયા અને મહેમાનોના વરદ હસ્તે કરવામાં આવેલ . વશિષ્ટ આશ્રમના મહેનતશ્રી ઓલીયાબાપુ અને મારૂતી યોગ આશ્રમના મહંતશ્રી વિશ્વભરદાસબાપુની સ્વાગત ફુલહાર અને શાલ ઓઢાડી કરવામાં આવેલ . સમુહમાં નમઃ શિવાય ૧૮ મંત્રનો મંત્રોચ્ચાર કરવામાં આવેલ અને બે મીનીટનું મૌન પાળી ભુલકાઓએ સ્વ.માધુભા ચુડાસમાને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ . મહેમાનોના વરદ્‌હસ્તે બાળકોને આરોગ્ય કિટનું વિતરણ કરવામાં આવેલ જેમાં ટુથપેસ્ટ , ટુથબ્રશ , ઉળીયુ , દાંતિયો , રૂમાલ , સાબુ , નેકટર , દરેક બાળકોને આપવામાં આવેલ . તેમજ દરેક બાળકોને માસ્ક , પેન , અને પુસ્તકનું વિતરણ કરવામાં આવેલ . સ્વાગત પ્રવચનમાં યુવા શહેર પ્રમુખ ભા.જ.પા. કુલદીપસિંહ ચુડાસમાએ બાળકોને સ્વચ્છતા રાખવા અંગે જણાવતા કહેલ કે આપણુ ઘર , ફળીયું , શેરી , શાળા અને ટોઇલેટ સ્વચ્છ રાખવા અને જ્યાં ત્યાં કચરો નહી ફેકતા , ટેમ્પલ બેલ ગાડીમાં જ કચરો નાખવો જોઈએ તેમજ પ્લાસ્ટીક બેગનો ઉપયોગ નહી કરવા જણાવેલ . શહેર પ્રમુખશ્રી રાજીવ પંડયાએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવેલ કે , દરેક બાળકો આવતી કાલનું ભારતમાતાનું ભવિષ્ય છે . જેથી શિક્ષણમાં ખુબજ ધ્યાન રાખી સારૂ શિક્ષણ મેળવી માતા પિતાની અને ભારતમાતાની સેવા કરવા જણાવેલ . અને ધ્રુવ , પ્રહલાદ , ના દાખલા સાથે બાળકોને વિસ્તૃત માહિતગાર કરેલ . ઓલીયાબાપુ અને વિશ્વભરદાસ બાપુએ આર્શિવચન પાઠવેલ . કાર્યક્રમના અંતમાં સમુહમાં રાષ્ટ્રગાન બોલવામાં આવેલ . દરેક બાળકોને મિઠાઈનું પેકેટનું વિતરણ કરવામાં આવેલ તેમજ દરેક પધારેલ વાલીઓ બાળકોએ આરોગ્ય વર્ધક ઉકાળાનું સેવન કરેલ . આ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં પુર્વ ડેપ્યુટી મેયર પ્રભાબેન પટેલ , યુવા ભાજપ મંત્રી સંજયભાઈ વાઢેર , ભવદીપસિંહ ગોહિલ , તેમજ વિશાળ સંખ્યામાં નાના – નાના ભુલકાઓ અને વાલીઓ ઉપસ્થિત રહેલ .