વૃધ્ધાશ્રમમાં વડીલોને રસી અપાઇ

127

આજરોજ કોરોનાની વેકસિન ના પેહલા ડોઝ નો ડ્રાઈવ ભાવનગર વૃધ્ધઆશ્રમ ખાતે ભાવનગર કોર્પોરેશન ના હેલ્થ વિભાગ ની ટીમ દ્વારા રાખવામાં આવેલ. સવાર ના ભાગ માં નવા બિલ્ડીંગ માં વડીલો એ ડોઝ લીધેલ જેમાં સંસ્થા ના પ્રમુખ નીલા બેન ઓઝા દ્વારા રસી લઈ શરૂઆત કરાવેલ. બપોર પછી જુના વિભાગ માં રસી આપવામાં આવશે. ડોક્ટર શક્તિસિંહ અને તેમની ટિમ દ્વારા વડીલો ને જરૂરી માહિતી આપેલ. તેમજ સ્ટાફ ના પણ ૬૦ વર્ષ ઉપરના સભ્યોએ રસી મુકાવેલ. સંસ્થાના અન્ય ટ્રસ્ટી ઓ પણ હાજર રહ્યા હતા.