ન્યૂઝીલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા, સુનામીનું જોખમ

647

(સં. સ. સે.) વિલિંગ્ટન, તા.૫
ન્યૂઝીલેન્ડના ઉત્તર-પૂર્વ ટાપુ પર ગુરુવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ બાદ પ્રશાંત મહાસાગરમાં સુનામીનું જોખમ ઉભું થયું છે. ન્યૂઝીલેન્ડ, ન્યૂ કૈલેડોનિયા અને વાનુઅતુના કાંઠા વિસ્તારોમાંથી હજારો લોકે સુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જો કે ભૂકંપના આંચકાથી જાનમાલને કોઈ મોટી નુકસાનીના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ભૂકંપ પછી નૂમીમાં ચેતવણીરૂપે સાયરસ વગાડીને લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
અધિકારીઓએ રહેણાક વિસ્તારમાંથી લોકોને બહાર કાઢી સલામત ઊંચાઈવાળા સ્થળે ખસી જવા આદેશ આપ્યા હતા. અધિકારીઓના મતે ત્રણ મીટર (૧૦ ફૂટ) ઊંચા મોજા ફ્રાન્સ તરફ આગળ વધતી જોવા મળી હતી.
ઈમર્જન્સી સેવાના પ્રવક્તા એલેક્ઝેન્ડર રોસિગ્નોલે જાહેર રેડિયો દ્વારા જણાવ્યું કે, તમામ લોકો દરિયાકાંઠા નજીકનો વિસ્તાર તાત્કાલિક ખાલી કરી દે અને દરિયામાં થતી કામગીરીને અટકાવી દે તેમજ બાળકોને શાળાએ ના મોકલવામાં આવે.
ન્યૂઝીલેન્ડના ઉત્તર ટાપુ તરફના વિસ્તારમાં ૮.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અગાઉ આ જ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા રીક્ટર સ્કેલ પર ૭.૪ અને ૭.૩ હોવાનું જણાયું હતું. ત્યારબાદ સુનામીની ચેતવણીનું સાયરન વગાડવામાં આવ્યું હતું. ન્યૂઝીલેન્ડના રાષ્ટ્રીય ઈમર્જન્સી મેનેજમેન્ટ એજન્સીએ લોકોને તાત્કાલિક પોતાના ઘરમાંથી નિકળી ઊંચાઈવાળા સ્થળે ખસી જવા જણાવ્યું હતું.અમેરિકન સીસ્મોલોજી સર્વેના મતે ન્યૂઝીલેન્ડના કાંઠાવિસ્તરથી એક હજાર કિ.મી. અંતરે સવારે ૮.૨૮ (સ્થાનિક સમયે) વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ ભૂકંપની તીવ્રતા ૬.૯ રહી હતી અને કેન્દ્રબિંદુ જિસ્બોર્ન શહેરથી લગભગ ૧૭૮ કિ.મી. અંતરે જમીનથી ૧૦ કિ.મી. ઊંડાઈએ હતું.

Previous articleપેટ્રોલ-ડીઝલનો ભાવ વધારોએ સરકારની સામે ‘ધર્મસંકટની સ્થિતિ’ છેઃ નાણામંત્રી
Next articleદેશમાં કોરોના અનસ્ટોપેબલઃ ૩૪ જિલ્લામાં ૧૦ દિવસમાં બમણી સ્પીડથી ફેલાયું સંક્રમણ