આઝાદીની ચળવળથી લઈને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓનો ફાળો બહુમૂલ્ય : સરિતાબેન દલાલ

99

જેમ માદુર્ગા આસુરી શક્તિનો નાશ કરે છે તેજ પ્રકારે એક મહિલા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ, સમસ્યાઓ અને ખોટી શક્તિઓને નાથવા માટે સક્ષમ છે. નારીશક્તિ સ્વરૂપા છે. એક રીતે જોઈએ તો તે દુર્ગા સ્વરૂપા પણ છે, એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિન લાગે. આપણા દેશને આઝાદી અપાવવા માટે ચાલેલા સ્વાતંત્ર્ય સંગ્રામની વાત કરીએતો આઝાદીની ચળવળમાં નારીશક્તિનું યોગદાન આપણે ક્યારેય ભૂલી નહિ શકીએ તેમજ વર્તમાનમાં વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓનો ફાળો બહુમૂલ્ય છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અનુસંધાને આયોજિત વેબીનારને સંબોધતા ંકેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એક મનારીઝનલ આઉટરીચ બ્યુરોના નિદેશક સવિતાબેન દલાલે આ વાત કહી હતી.
૮ માર્ચે ર્વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલાદિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય નારીઝનલ આઉટ રીચબ્યુરો-અમદાવાદ, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો- અમદાવાદ તેમજ ફિલ્ડ આઉટરીચ બ્યુરો -જુનાગઢ દ્વારા ’નારી તું દુર્ગા’ એ વિષયને લઈને વેબીનારનું આયોજન કરવામાં આવ્યું. શિહોરની ગોપીનાથજી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સહયોગથી આયોજિત આ વેબીનારમાં વક્તા વિશેષ તરીકે રીઝનલ આઉટરીચ બ્યુરો અમદાવાદના નિદેશક સરિતાબે નદલાલ, જે. એસ. ગોધાણી મહિલા આટ્‌ર્સ એન્ડ કૉમેર્સ કૉલેજ- જૂનાગઢનાં પ્રિન્સીપાલ ડૉ.જમકુબેન સોજીત્રા, મેહરિઝમ ફાઉન્ડેશન અમદાવાદનાં મુખ્ય મનોવૈજ્ઞાનિક શ્રીમતી જસબીર કૌરથડાની અને ગોપીનાથજી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર રીટાબેન લોદરીયા ઉપસ્થિત રહ્યા હતા.