વડાપ્રધાન મોદીએ કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા કમાન્ડર કોન્ફરન્સમાં હાજરી આપી

425

(જી.એન.એસ.)કેવડિયા,તા.૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેવડિયાના પ્રવાસે હતા. જ્યાં તેઓએ ઓલ ઇન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સમાં હાજરી આપી હતી. કૉન્ફરન્સ પૂર્ણ કરીને તેઓ અમદાવાદ જવા રવાના થયા છે. દેશની સુરક્ષાને લઇને મોદી સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને ત્યાર બાદ કૉન્ફરન્સને સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આજે સવારે આગમન થયું હતું. જ્યાં તેમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વાગત કર્યું હતું. પીએમ એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટરથી તેઓ નર્મદાના કેવડિયા ખાતે પહોંચ્યા હતા. જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સીડીએસ બિપીન રાવત, સંરક્ષણ સચિવ અજયકુમાર, ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ સહિત જિલ્લાના અધિકારીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. તેઓ હેલિપેડથી સીધા ઓલ ઇન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે પહોંચી ગયા હતા.
દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને ભારતીય વાયુદળના વડોદરા વિમાની મથકેથી ભાવસભર વિદાય આપવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી બે દિવસથી કેવડીયા ખાતે પ્રથમવાર યોજાયેલી ઓલ ઇન્ડિયા કમાન્ડર કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. વિમાની મથકે સાંસદ રંજન બહેન ભટ્ટ, પોલીસ કમિશનર ડો. શમશેરસિંહ, જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ અને વાયુદળના અધિકારીઓએ તેમને વિદાય આપી હતી. તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા પરાક્રમસિંહ જાડેજાએ સંરક્ષણ મંત્રીનું અભિવાદન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આજે સવારે આગમન થયું હતું. જ્યાં તેમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વાગત કર્યું હતું. પીએમ એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટરથી તેઓ નર્મદાના કેવડિયા ખાતે પહોંચ્યા હતા. જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સીડીએસ બિપીન રાવત, સંરક્ષણ સચિવ અજયકુમાર, ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ સહિત જિલ્લાના અધિકારીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. તેઓ હેલિપેડથી સીધા ઓલ ઇન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે પહોંચી ગયા હતા.

Previous articleઆઝાદીની ચળવળથી લઈને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓનો ફાળો બહુમૂલ્ય : સરિતાબેન દલાલ
Next articleદસમાના છાત્રોને ગણિત અને વિજ્ઞાનમાંથી મુક્તિની ભલામણ