સરદાર પટેલની પ્રથમ જેલ યાત્રાની ૯મી વરસગાંઠ નિમિત્તે ભાવનગર જીલ્લાજેલમાં કાર્યક્રમ યોજાયો

194

ભાવનગર શહેર અને જિલ્લામાં સામાજીક અને પ્રવૃત્તિઓ કરતા સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ જેલ યાત્રાની ૯૧મી વરસ ગાંઠ નિમિત્તે ભાવનગર જિલ્લા જેલમાં તા. ૭મી માર્ચ ૨૦૨૧ના રોજ સવારે ૯ વાગ્યે કાર્યક્રમ યોજાયો જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરેલ ત્યારબાદ સરદાર પટેલની જેલયાત્રા વીશેના જીવન પ્રસંગો મંડળના પ્રમુખ ભરત મોણપરાએ વકતવ્ય આપેલ તેમજ જેલમાં શીસ્તહબધ્ધ રીતે રહેતા ૧૨ બંદીવાન ભાઈઓનું શાલ, રૂમાલ, પેનથી સન્માન કર્યુ તેમજ જેલ અધીક્ષક તરાલ સાહેબ, જીલ્લા જેલ જેલર મકવાણા સાહેબ અને સોચા સાહેબનું શાલ, રૂમાલ, પેનથી સ્વાગત પુનીતભાઈ ભટ્ટના હસ્તે કર્યુ તેમજ સચીનભાઈ ત્રિવેદી બકુલભાઈ વસાણી, કાનજીભાઈ બાંભણીયા ઉપસ્થિત રહેલ તેમજ કોરોના વાયરસના સમય દરમિયાન સારી કામગીરી કરી હોય તે પોલીસ અધિકારીઓ તેમજ બંદીવાનભાઈઓનું સન્માન થયુ હતું. અંતમાં આભારવીધી અધિક્ષક તરલ સાહેબે કરી હતી. કાર્યક્રમનું સંચાલન જેલર મકવાણા સાહેબે કરેલ આમ સરદાર પટેલની જેલયાત્રા પ્રસંગે કાર્યક્રમ યોજાયો દાંડીયાત્રાની તૈયારીના ભાગરૂપે રાસ ગામે સંમેલન સરદાર પટેલ યોજેલ તા.૭-૩-૧૯૩૦ના દીવસે ત્યાંથી ધરપકડ થઈ હતી સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા આથી સરકારના જેલવિભાગના પરીપત્ર મુજબ સરદાર યુવા મંડળ ભાવનગર અને ભાવનગર જિલ્લાજેલ દ્વારા કરવામાં આવ્યો હતો જીલ્લા જેલના સ્ટાફનો સહકાર પ્રાપ્ત થયો હતો.

Previous articleપ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું ભાવેણામાં ભવ્યા સ્વાગત
Next articleશાળાકીય શિક્ષણના માળખામાં અભ્યાસ ક્રમ સંબંધિત ભલામણો કરાઈ