પ્રિયંકા ચોપડાએ ન્યુયોર્કમાં ખોલી ’સોના’ નામની ભારતીય રેસ્ટોરન્ટ

65

(જી.એન.એસ.)ન્યુયોર્ક,તા.૭
પ્રિયંકા ચોપડા બોલિવુડમાં જ નહી હવે તો હોલીવુડ પર શાસન કરી રહી છે અને તાજેતરમાં તેની બુક અનફિનિશ્ડ ‘રિલીઝ કરી છે. તેઓએ હવે ન્યૂયોર્કમાં એક વૈભવી રેસ્ટોરન્ટ ખોલી છે. પ્રિયંકાની રેસ્ટોરન્ટનું નામ સોના છે જેમાં તેણે ભારતીય ફૂડ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. પ્રિયંકાએ થોડા સમય પહેલા રેસ્ટોરન્ટમાં નિક સાથે પૂજા પણ કરી હતી. તેણે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. પ્રિયંકા ચોપડાએ તેના ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે કે તેણે ન્યૂયોર્કમાં ભારતીય ખાદ્યપદાર્થો માટે એક રેસ્ટોરન્ટ ખોલી છે.
તેના ઉદ્ઘાટન માટે તેમણે એક નાની પૂજા પણ કરી છે. પ્રિયંકાએ પૂજા કરતી વખતે કેટલીક તસવીરો શેર કરી છે. પ્રિયંકા ચોપડાએ આ તસવીરો શેર કરતાં લખ્યું કે, ‘સોના’ને તમારી સામે રજૂ કરવામાં મને આનંદ થાય છે. ન્યુ યોર્ક સિટીની એક નવી રેસ્ટોરન્ટ જ્યાં મેં ભારતીય ખાદ્ય પ્રત્યેનો પ્રેમ રેડ્યો. ‘સોના’ એ ભારતીય સ્વાદોનું પ્રતીક છે જેની સાથે હું ઉછરી છુ મોટી થઇ છુ. રસોડું શેફ હરિ નાયક ચલાવશે, જે અત્યંત પ્રતિભાશાળી છે.તેઓએ ખૂબ જ સ્વાદિષ્ટ અને નવીન મેનુ તૈયાર કર્યું છે. જે તમને મારા દેશની ફૂડ ટ્રીપ પર લઈ જશે. પ્રિયંકાએ કહ્યું કે ‘સોના’ આ મહિને ખુલી રહી છે તમને બધાને મારા તરફથી આમંત્રણ આપી રહી છુ.
મારા મિત્રો મનીષ ગોયલ અને ડેવિડ રૂબીન વિના આ પ્રયાસ શક્ય ન હોત. તેમણે કહ્યું કે આ પોસ્ટની બીજી અને ત્રીજી તસવીર સપ્ટેમ્બર ૨૦૧૯ માં લેવામાં આવી હતી, જ્યારે અમે આ સ્થાન માટે એક નાનકડી પૂજા રાખી હતી.