પાલિતાણામા ૨૬મીએ છ’ગાઉની યાત્રા યોજાશે : માર્ગર્દિશકા જાહેર

227

સુપ્રસિધ્ધ તીર્થધામ પાલિતાણા ખાતે આગામી તા. ૨૬ માર્ચના રોજ છ’ગાઉની યાત્રાનુ આયોજન થયુ છે. કોરોનાના લાંબા સમય પછી શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા માર્ગર્દિશકા બહાર પાડવામાં આવી છે.જે અંતર્ગત સરકાર મંજુરી આપે તે મુબજ વિવિધ કાર્યક્રમો યોજાશે. આ વર્ષે પાલ થશે નહિ એમ જણાવાયુ છે.
છ ગાઉની યાત્રા અંતર્ગત તા.૨૬મીના રોજ જય તળેટીથી વહેલી સવારે ૫/ ૦૦ કલાકે યાત્રિકોને પ્રવેશ અપાશે. સવારે ૫/૩૦ કલાકે રામપોલ ખુલશે. ત્યાર પછી પ્રવેશ બાદ કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવાને રહેશે. સામૂહિક પાલ થશે નહી. પેઢી દ્વારા સાર્ધિમક ભક્તિનો પાલ થશે. ગત વર્ષે ૯૭ પાલ હતા. તેમાંથી એક પણ પાલ ઉભો કરાશે નહીં. સરકારી ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે. સરકાર મંજૂરી આપે પછી આગામી દિવસોમાં વિશેષ આયોજન કરવામાં આવશે એમ જણાવાયુ છે.

Previous articleતળાજાના ગોપનાથ પીથલપુર પંથકના આમળા ગામે રાકાસરના રાંદલમાંના મંદિરે પરંપરાગત લોકમેળો યોજાયો
Next articleભાવનગરમાં ફાયર સેફટીના પ્રશ્ને ૪૫ બિલ્ડીંગના નળ-ગટર કનેકશન કપાશે