સિહોર સમસ્ત બ્રહ્મસમાજ યુવા પરશુરામ ગ્રુપની બેઠક મળી

391

સમસ્ત બ્રહ્મસમાજ યુવા પરશુરામ ગ્રુપ સિહોર દ્વારા આગામી પરશુરામ જન્મોત્સવ આવી રહ્યો હોઈ તેના આયોજન ના સંદર્ભ મા તેમજ ગત વર્ષ ના હિસાબો રજૂ કરવા એક મિટિંગ નું આયોજન કરેલ જેમાં સમાજ ના વડીલો, યુવાનો, ભાઈઓ, બહેનો અને બાળકો ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ. જેમાં ગતવર્ષો ના કરેલ કાર્યક્રમોની વિગત રજૂ કરેલ, ગતવર્ષ ના હિસાબો રજૂ કરવામાં આવ્યા, આગામી પરશુરામ જન્મોત્સવ તા. ૧૪.૦૫.૨૦૨૧ ઘામઘુમ થી પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી ઉજવવાનું નક્કી કરવામાં આવેલ, પરશુરામ જન્મોત્સવ કાર્યક્રમ અંતર્ગત તા. ૦૯.૦૫.૨૦૨૧ ને રવિવાર ના રોજ ૧૦૦૮ આઈટમનો ભગવાન પરશુરામ ને અન્નકૂટ ધરવામાં આવશે, જેમાં સિંહોર અને સિહોર તાલુકા ના બ્રહ્મસમાજ ના ઘરો માંથી પોતાના ઘરેથી બનાવેલી આઈટમ નો ભોગ ભગવાન ને ધરવા લાવશે, ટ્રસ્ટ રજીસ્ટર્ડ થઈ ગયું તેની જાહેરાત કરવામાં આવી, લોકડાઉન દરમ્યાન કાયમી રાશનકીટ પ્રોજેક્ટ ને ટકાવી રાખવા માસિક ૨૫૦/- ના દાતાશ્રીઓનો અને પ્રાસંગિક દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવેલ, વડીલો દ્વારા યોગ્ય માર્ગદર્શન કરી બ્રહ્મસમાજ ના દરેક ભાઈઓ, બહેનો ને આ ઉત્સવ ને અદભુત રીતે સફળ કરવા હાકલ કરેલ છે.