શહેરની જલારામ સોસાયટીમાં ધારેશ્વર મહાદેવનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

369

ભાવનગર શહેરના તળાજા રોડની સામે આવેલ જલારામ સોસાયટીમાં આવેલ સાર્વજનિક જગ્યા અખાડામાં ધારેશ્વર મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વસંધ્યાએ ડીજે સથવારે ભગવાન શિવની શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં જલારામ સોસાયટીના રહિશો, અબાલવૃધ્ધ સહિતના આ શોભાયાત્રામાં જોડાયા હતા. આજે મહાશિવરાત્રિએ ભગવાન શ્રી ધારેશ્વર મહાદેવનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેમાં યજ્ઞ, મહાઆરતી, શ્રીફળ હોમ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને સાંજે પ-૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. જેનો ભાવિકોને બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરાયો છે.